પોરબંદરની ગોઢાણીયા કન્યા છાત્રાલયમાં નવરાત્રી મહોત્સવમાં છાત્રવાસીઓ ગરબામાં લીન - At This Time

પોરબંદરની ગોઢાણીયા કન્યા છાત્રાલયમાં નવરાત્રી મહોત્સવમાં છાત્રવાસીઓ ગરબામાં લીન


સંસ્કૃતિના વારસાને જાગૃત રાખવા યુવા શક્તિ આગળ આવે:- ડો.વિરમભાઈ ગોઢાણીયા*

ગોસા(ઘેડ)પોરબંદર.તા.૧૭/૧૦/૨૦૨૩

કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લા ૩૬ વર્ષથી પોરબંદર જિલ્લાની આગવી પ્રતિષ્ઠા ધરાવતી શ્રીમાલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી આર ગોઢાણીયા કન્યા છાત્રાલય ખાતે છાત્રવાસી બહેનો દ્રારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે.
જાણીતા દાતા અને ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાના સબળ નેતૃત્વમાં કન્યા છાત્રાલયમાં નિયમિતતા અને સ્વધ્યાય તેમજ સાદો અને સાત્વિક ખોરાક સાથે સંસ્કાર અને ચરિત્ર નિર્માણનું ઘડત રથઈ રહ્યું છે. શિક્ષણની સાથે સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓથી આ કન્યા છાત્રાલય સતત ધમધમતુ રહ્યું છે કન્યા છાત્રાલયના એડમીનીસ્ટેટ ર કિરણબેન ખુટીના માર્ગદર્શન નીચે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર અને પરંપરા સાથે આદ્યશક્તિની આરાધનામાં લીન છાત્રવાસી દીકરીઓ ઉત્સાહભેર રમી રહી છે. વિદ્યાર્થીનિઓએ શિવાનંદ રચિતમાં આદ્યશક્તિનું સમૂહગાન સાથે આરતી કરી અને આરતીનો ભાવાર્થ સમજાવ્યો હતો બાદ શારદીય નવરાત્રીનું આધ્યાત્મિક, આરોગ્ય ,અને ભૌગોલિક મહત્વ પણ સમજાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો.વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે આજે પશ્વિમ દેશોનું આંધળું અનુકરણ કરી રહેલી આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વીસરી રહી છે ત્યારે સંસ્કૃતિના વારસાને જાગૃત રાખવા યુવા શક્તિને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. એ . આર.ભરડાએ જણાવ્યું હતું કે શક્તિને ઓળખવા નિરખવા અને પામવાનો ઉત્સવ એ નવરાત્રી મહોત્સવ છે. માતા દુર્ગાની શક્તિનું પ્રતિક ગણાવી ને લોકોએ મહિલાઓને માતા દુર્ગા જેટલું જ સન્માન આપવું જોઈએ.તોજ મહિલાઓ અબળા મટી સબળા બનશે. આ નવરાત્રી મહોત્સવને સફળબ નાવવા કિરણબેન ખુંટીના માર્ગદર્શન તળે ગૃહમાતા વાલીબેન,જયશ્રીબેન,તેજલબેન,વિધિબેન,અન જેઠીબેન સહિત હોસ્ટેલ સ્ટાફ પરિવારરે સારી જહેમત ઊઠાવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા,ભરતભાઈ વીસાણાં, વર્કિંગ ટ્રસ્ટી ડો હિનાબેન ઓડેદરા, ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતન શાહ. ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના આચાર્ય ભાવના બેન અટારા,યોગા કોલેજ ના ડાયરેકટર જીવાભાઈખુંટી, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી આ સ્ત્રી શક્તિને ઉજાગર કરતા નવરાત્રી મહોત્સવને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.