લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત દૈનિક ૩૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ - At This Time

લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત દૈનિક ૩૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ


લાઠી આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત દૈનિક ૩૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ વિતરણ

લાઠી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી રાજ્યસભા સાંસદ પ્રબુદ્ધ સમાજ શ્રેષ્ટિ ગોવિદકાકા ધોળકિયા પરિવાર ની ઉદારતા એ સમગ્ર લાઠી શહેર માં ઉનાળા ની ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી સેવા સંતોક બા મેડિકલ સેન્ટર આરોગ્ય ધામ લાલજી દાદા વડલા ની શીતળ છાયા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર રાકેશભાઈ ધોળકિયા ની દુરંદેશી એ હજારો પરિવારો ને શુદ્ધ દૂધ માંથી બનાવેલ છાસ વિતરણ કરાય છે હજારો પરિવાર ને નિયમિત છાસ મળી રહે તે માટે અસંખ્ય સ્વંયમ સેવકો ની ખડેપગે વહેલી સવાર ની વંદનીય સેવા
સમગ્ર શહેર ભર માંથી દૈનિક ૩૦૦૦ વ્યક્તિ ઓને ઠંડી છાસ ની સરાહનીય સેવા આપતા ધોળકિયા પરિવાર ઉદારતા ની સમગ્ર પંથક માં સરાહના કરાય રહી છે મોભી ગોવિંદ કાકા ધોળકિયા માર્ગ દર્શન રાકેશભાઈ ધોળકિયા તથા અશોકભાઇ નેતૃત્વ માં જેઠાભાઈ રામભાઈ બાલાભાઈ જાફરભાઇ રૂપેશભાઈ પ્રવિણભાઇ શૈલેષભાઇ વિજયભાઇ નીરંજનભાઇ પરેશભાઈ સહિત અનેક સ્વંયમ સેવકો ની અવિરત સેવા એ લાખેણી નગરી લાઠી માં ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કરાય રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.