જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ , જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ આયોજીત શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૫ યોજાયો
(અજય ચૌહાણ)
ફેડરેશન ૩ બી સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ બોટાદ, સાહેલી જાયન્ટ્સ બોટાદ તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો પદ ગ્રહણ સમારોહ બોટાદ ખાતે કાળુભાઇ ની વાડી ભાવનગર રોડ, બોટાદમાં યોજવામાં આવ્યો. આ સમારોહના અધ્યક્ષપદે જાયન્ટ્સ જાયન્ટ્સ ફેડરેશન ૩/બી નોમીનેટેડ પ્રમુખ મુકેશભાઈ પાઠક તથા જાયન્ટ્સ ફેડરેશનના પદાધિકારીઓ, યુનિટ ડીરેક્ટર અને શપથવિધિ ઓફિસર તેમજ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ પૂર્ણ કરેલ. કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. શાબ્દીક સ્વાગત ચંદુભાઈ સાવલિયા દ્વારા ત્યારબાદ મહાનુભાવોને પુષ્પબુકેથી અભિવાદન કરવામાં આવેલ. યુનિટ લેવલ શપથ વિધિ સાથો સાથ બોટાદ જાયન્ટ્સ ગ્રુપ, સાહેલી જાયન્ટ્સ ગ્રુપ, યંગ જાયન્ટ્સ બોટાદનાં નવ પ્રવેશીત સભ્યો, બોર્ડ મેમ્બર તથા નવા વરાયેલા જાયન્ટ્સ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તથા સાહેલી જાયન્ટ્સ પ્રમુખ હેમલતાબેન તેમજ યંગ જાયન્ટ્સ પ્રમુખને હોદ્દાની પ્રતિજ્ઞા શપથ વિધિ અધિકારી કેતનભાઈ રોજેસરા તથા મુકેશભાઈ પાઠક દ્વારા લેવડાવવામાં આવેલ. સમગ્ર કાર્યકમનું સંચાલન દર્શનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. ત્યાર બાદ સભ્યોએ સાથે ભોજન લઈ એકતા નો ભાવ પ્રગટ કરેલ.
સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે પૂર્વ પ્રમુખ શ્રી કેતનભાઇ રોજેસરા ગ્રુપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સેક્રેટરી દીપકભાઈ માથુકિયા ,ગ્રુપનાં પૂર્વ પ્રમુખ તેમજ સમગ્ર પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ મહત્વ ઉઠાવી કાર્યક્રમ સુપેરે પાર કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.