જસદણમાં સૌપ્રથમવાર મોદક સ્પર્ધા યોજાઈ, એક સ્પર્ધકે શુધ્ધ ઘીમાં બનાવેલા 12 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો. - At This Time

જસદણમાં સૌપ્રથમવાર મોદક સ્પર્ધા યોજાઈ, એક સ્પર્ધકે શુધ્ધ ઘીમાં બનાવેલા 12 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો.


નાની વયથી લઈને 63 વર્ષના વૃદ્ધ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાયા હતા.

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
એક જૂની કહેવત અનુસાર એમ કહેવાય છે કે બ્રાહ્મણોને લાડુ વરેલા છે. પરંતુ હાલ સમયમાં ચોર્યાસી કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ મોક્ષાર્થે થતો જમણવાર હવે જૂજ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. હાલના સમયમાં ન લાડુ ખાનારા રહ્યા કે ન ખવડાવનારા રહ્યા. પરંતુ હજુ જૂની યાદોને તાજી રાખવા માટે અમુક બ્રાહ્મણો દ્વારા મોદક સ્પર્ધા રૂપે બ્રાહ્મણોને લાડુ જમાડવામાં આવી રહ્યા છે. ત્યારે જસદણમાં સૌપ્રથમવાર શ્રાધ્ધ નિમિત્તે લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણના મનીષભાઈ ઉપાધ્યાયએ શુદ્ધ ઘીમાં બનાવેલા 12 લાડુ આરોગી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ મોદક સ્પર્ધામાં 9 ભૂદેવોએ ભાગ લીધો હતો, 63 વર્ષના વૃદ્ધે 7 લાડુ આરોગ્યા હતા જસદણના સ્વ.બળવંતરાય નારણજીભાઈ શુક્લ(બળુદાદા) ના પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે તેમના પુત્ર દત્તુભાઈ શુક્લ દ્વારા પિતૃ મોક્ષાર્થે બ્રહ્મચોર્યાસીમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં 9 ભૂદેવોએ ભાગ લીધો હતો. જો કે સ્પર્ધકોની સંખ્યા ઓછી હોવા છતાં સ્પર્ધા ખૂબ જ રસાકસી ભરી રહી હતી. જેમાં મનીષભાઈ ઉપાધ્યાયએ શુધ્ધ ઘી માં બનાવેલા 12 લાડુ આરોગી તેઓ પ્રથમ નંબરે વિજેતા ઘોષિત થયા હતા. જ્યારે દ્વિતીય નંબરે જીતભાઈ મહેતા 11 લાડુ તથા તૃતીય નંબરે ઋષિભાઈ જોશીએ 10 લાડુ આરોગી વિજેતાઓમાં સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં મહેન્દ્રભાઈ ત્રિવેદી જેઓ 63 વર્ષની ઉંમરે 7 લાડુ આરોગી ચોથા ક્રમે વિજેતા બન્યા હતા. આ પ્રસંગે ભાવિનભાઈ દત્તુભાઈ શુક્લએ વિજેતાઓને સન્માનિત કરી રોકડ પુરસ્કાર આપી ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.