સ્ટુડિયો સંચાલકનો મોબાઈલ ફોન રાજકોટ બસપોર્ટમાંથી ચોરાયો
કાલાવડમાં સ્ટુડિયો સંચાલકનો મોબાઈલ ફોન રાજકોટ બસપોર્ટમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કાલાવડ રહેતાં સ્વરાજભાઇ વિનચંદ્ર નથવાણીએ પોતાની નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,
તેઓ કાલાવાડમાં મેઈન બજાર રોડ મહાત્માગાંધી વાંચનાલયની સામે સ્માઈલ સ્ટુડીયો ધરાવી ફોટોગ્રાફીનો ધંધો કરે છે. ગઈ તા.24/09/2023 ના તેઓ કાલાવાડથી વેપાર ધંધાના કામ અર્થે એસ.ટી. બસ મારફતે રાજકોટ આવેલ અને બપોરના સાડા અગીયાર વાગ્યે ત્રીકોણ બાગ ખાતે ઉતરેલ અને શહેરમાં સ્ટુડીયોનુ કામ હોય જેથી કેનાલ રોડ પર નાના મોટા કામ પતાવીને હું તથા મારા મીત્ર એસ.ટી. બસપોર્ટ પર બપોરના સાડા ત્રણ વાગ્યે આવેલ અને અમારે કાલાવાડ જવાનુ હોય
જેથી બસ પ્લેટ ફોર્મ નં.13 પર આવેલ હતી અને તેઓ બન્ને બસમાં તેમા ચડતી વખતે ભીડ હોય અને તેમા બેસી ગયેલ બાદમાં કુરતામાં ઉપરના ખિસ્સામાં રાખેલ એપલનો મોબાઈલ જોવા મળેલ નહીં. જેથી રૂ.25 હજારનો એપલ મોબાઈલ ફોન કોઈ અજાણ્યો શખ્સ તફડંચી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.