ધંધુકાના નંદનગર ખાતે માસિયાઈ ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાની દાઝ રાખી માતા પુત્ર ઉપર પાઇપ વડે હુમલો કરાયો.
ધંધુકાના નંદનગર ખાતે માસિયાઈ ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાની દાઝ રાખી માતા પુત્ર ઉપર પાઇપ વડે હુમલો કરાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના નંદનગર ખાતે રહેતા અર્જુનસિંહ ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા તેમના માતા ઘરે હતા તે વખતે યુવરાજસિંહ વનરાજસિંહ જાડેજાને અર્જુનસિંહ સાથે આજથી ત્રણ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો. જે બાબતે અનિરુદ્ધસિંહ ઉર્ફે રાજભા પ્રવિણસિંહ ચુડાસમાએ અર્જુનસિંહના માતાને ફોન કરીને સમાધાન માટે બોલાવ્યા હતા.જ્યાં યુવરાજસિંહને માફી માંગવા કહેતા ના પાડી હતી ને મામાં અનિરુદ્ધસિંહ ઉર્ફે રાજભા અને માસીનો પુત્ર યુવરાજસિંહ એકદમ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ,લોખંડની પાઇપ વડે મારી, મુંઢ ઈજાઓ કરી હતી તેમજ માતા વચ્ચે પડતા અનિરુદ્ધસિંહએ બે ત્રણ લાફાઓ ઝીંકી દીધા હતા.તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ધંધુકા મથકમાં બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.