રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- (દોઢ કરોડ) જોઈ પૈસા હડપ કરવાની લાલચ જાગતાં ફરીયાદીને પૈસા આપવા ના પડે તે સારૂ ખોટો અકસ્માત ઉપજાવી કાઢી ફરિયાદી સાથે ગુન્હાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરનાર બે ઇસમોને ઝડપી કુલ કિ.રૂ. ૧,૫૩,૦૫,૦૦૦/- નો મુલ્લામાલ રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા
રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- (દોઢ કરોડ) જોઈ પૈસા હડપ કરવાની લાલચ જાગતાં ફરીયાદીને પૈસા આપવા ના પડે તે સારૂ ખોટો અકસ્માત ઉપજાવી કાઢી ફરિયાદી સાથે ગુન્હાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરનાર બે ઇસમોને ઝડપી કુલ કિ.રૂ. ૧,૫૩,૦૫,૦૦૦/- નો મુલ્લામાલ રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે, ફરીયાદીએ ધંધા અર્થે રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- (દોઢ કરોડ) સાહેદ અશ્વિનભાઇ પટેલનાઓ પાસે મંગાવેલ જે સાહેદ અશ્વિનભાઈ તેમની આઈ ૧૦ ગાડી નં. GJ18BC4221 માં રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- દોઢ કરોડ પ્લાસ્ટીકના કોથળામાં મુકી ફરીયાદીને આપવા જતાં હતાં તે વખતે સાહેદ અશ્વિનભાઈની ગાડીને દાલાની મુવાડી ખાતે એકસીડન્ટ થતાં ગાડી પલટી ખાઈ ગયેલ ત્યાર બાદ એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા ઇસમો આવી ગાડીમાં મુકેલ રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- દોઢ કરોડ પ્લાસ્ટીકના કોથળા સાથે ચોરી કરી લઈ ગયેલ હોય જે બાબતે પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૪૦૮૬૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૫૪ મુજબ ફરીયાદ દાખલ થયેલ.
ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓની સૂચના આધારે પો.ઈન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર તથા એલ.સી.બી. ટીમ સદર ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ કાર્યરત હતી.
જે ઉપરોક્ત ટીમ ધ્વારા ગુન્હાની તપાસ દરમ્યાન સાહેદ અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ નાઓની ભૂમિકા શંકાસ્પદ જણાઇ આવતાં સદર અશ્વિનભાઈ નાઓની યુક્તિ પ્રયુક્તિથી વિશેષમાં પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે, ગઇ તા.૩૦/૦૯/૨૦૨૪ ના રોજ કેપીનભાઇના કહેવા મુજબ હું તલોદ આઇ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં રૂ. દોઢ કરોડ ઉપાડવા ગયેલ તે વખતે મને વિચાર આવેલ કે આટલી મોટી રકમ છે તો મારા ઘરે મકાનનું કામ ચાલુ હોય તેમજ ધંધાર્થ બીજા પૈસાની જરૂર હોય અને આ રોકડ રકમ હુ રાખી લઇશ તો મારે કામ આવશે જેથી પોતે પૈસા ગાડીમાં લઇ અમદાવાદ જવા નીકળુ ત્યારે રસ્તામાં રોડ ઉપર ગાડીને પંચર થઇ ગયેલાનું બહાનું બનાવી ગાડીનું પંચર કરવા માટે ટાયર ખોલવાનો પ્રયત્ન કરીશ તે દરમ્યાન કોઇ બે અજાણ્યા માણસો મો.સા. લઇ આવશે અને પૈસા ભરેલ થેલો ચોરી કરી લઈ જશે તેવો પ્લાન બનાવેલ ત્યાર બાદ હુ બેન્કમાંથી રૂ.દોઢ કરોડ ઉપાડી મારી આઈ-૧૦ ગાડી નંબર GJ18BC4221 માં પાછળની સીટમાં મુકી કેપીનભાઈને આપવા સારૂ વાયા મજરા થઇ અમદાવાદ જવા આશરે ચારેક વાગે નિકળેલ દરમ્યાન
તલોદ ખાતે રેલ્વે ફાટક નજીક મને મારા ફોઈના દિકરા મહેશભાઈ પશાભાઈ પટેલ રહે.લવારી તા.તલોદ જી.સાબરકાંઠાનાઓ તેઓની આઈ-૧૦ ગાડી નંબર GJ09BD9967 ની લઇ નિકળેલ જોતાં મે ફરિથી બીજો પ્લાન કરેલ કે પોતાના ફોઈના દિકરાને વાત કરી આ પૈસા મારી ફોઈના દીકરાને આપી દઉ અને પોતે એકલો આગળ જઈ ગાડીને કોઇપણ રીતે અકસ્માતનો બનાવ ઉભો કરી ગાડીમાંથી કોઈ અજાણ્યા માણસો રૂ.દોઢ કરોડ ચોરી કરી લઈ ગયેલ છે તેવું જાહેર કરીશ તેવો પ્લાન બનાવી મહેશભાઈને ઉભા રખાવી તેણે કહેક કે મારી પાસે એક પાર્ટીના રૂ.દોઢ કરોડ રૂપિયા આવેલ છે તે પૈસા રાખી લેવાના છે અને પાર્ટીને આપવાના નથી જે પૈસામાંથી તમોને ભાગ આપીશ તેમ કહી પોતે પ્લાન બનાવેલ તે અંગે મહેશભાઈને પણ જાણ કરેલ અને તેઓ બન્ને જણાં ગાડીઓ લઈ મજરા રોડે ભાટીયા ગામથી થોડેક આગળ જઈ
ગાડીઓ ઉભી રાખેલ અને અમે બન્ને જણાંએ અશ્વીનભાઈની ગાડીમાંથી રૂ.દોઢ કરોડ ભરેલ કોથળી મહેશભાઈની ગાડીમાં મુકી દીધેલ અને આ પૈસા મહેશભાઈના ઘરે રાખવાની અને કોઈને વાત કરતા નહી પોતે આવી આ પૈસામાંથી મહેશભાઈને રૂ.પાંચ લાખ આપવાની વાત કરેલ તે પછી હું ગાડી લઇ અમદાવાદ તરફ નીકળેલ અને પ્લાન મુજબ અકસ્માતનો બનાવ બનેલ હોવાની અને કોઈ અજાણ્યા બે ઇસમો મો.સા.ઉપર આવી રૂ.દોઢ કરોડની ચોરી કરી લઇ ગયેલાનું જાહેર કરીશ. તેવુ જણાવી મહેશભાઈ પૈસા તેમની ગાડીમાં લઇ તલોદ તરફ તથા અશ્વીનભાઈ મજરા અમદાવાદ તરફ ગાડી લઈ નિકળેલ દરમ્યાન સાંજના પાંચેક વાગે દલાની મુવાડી નજીક પહોંચતા અશ્વીનભાઈએ પોતાના પ્લાન મુજબ કેપીનભાઈને પૈસા આપવા ના પડે તે આશયથી પોતાની ગાડી પુરઝડપે ચલાવી પોતાનો તથા રાહદારીનો જીવ જોખમમાં મુકી સામેથી એક ટ્રક આવતી જણાતાં અશ્વીનભાઇએ અચાનક પોતાની ગાડી રોડની સાઇડમાં પીલ્લર સાથે અથડાવી દઈ તેમજ આગળ ઝાડ સાથે અથડાવી ગાડીને પલ્ટી ખવડાવી ત્યારબાદ પોતાના ભાઈ સંજયભાઈને તથા જે વ્યક્તિને પૈસા આપવાના હતા તે કેપીનભાઈ મહેતાનાઓને ફોન ઉપર જણાવેલ કે પોતે પોતાની ગાડીમાં રૂ.દોઢ કરોડ લઈ આવતા હતા દરમ્યાન દલાની મુવાડી ગામની સીમમાં પોતાઅની ગાડીને અકસ્માત થતાં ગાડી પલ્ટી મારી ગયેલ દરમ્યાન કોઈ બે અજાણ્યા માણસો મો.સા. ઉપર આવેલા અને ગાડીમાંથી રૂપિયા દોઢ કરોડ ભરેલ કોથળી લઇ મજરા તરફ ભાગી ગયેલ છે" તેવી ખોટી હકીકત જાહેર કરેલ
જેથી સદર આરોપી અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ નાઓની પાસેથી મોબાઈલ ફોન ૦૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા આરોપી મહેશભાઈ પશાભાઈ પટેલ નાઓના ઘરેથી રોકડ રકમ રૂપિયા દોઢ કરોડ તથા ગુન્હામાં વાપરેલ આઇ ૧૦ ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ. ૧,૫૩,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રાંતિજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૪૦૮૬૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૫૪, ૩૧૬(૨), ૬૧, ૨૧૨, ૨૮૧ તથા એમ.વી.એકટ ક. ૧૭૭, ૧૮૪ મુજબના કામે અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.