બોટાદ જિલ્લાના યુવાનોને આત્મનિર્ભર બનાવતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી
બોટાદ જિલ્લાના યુવાનોને આત્મનિર્ભર બનાવતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી
નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવતી કચેરી એટલે રોજગાર વિનિમય કચેરી. રોજગારવાંચ્છુઓને તેમના ભણતર અને કૌશલ્યને અનુરૂપ નોકરી પૂરી પાડવામાં મદદરૂપ થતી આ કચેરી વ્યવસાયલક્ષી સલાહ અને માર્ગદર્શન પણ આપે છે. રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ભરતીમેળા થકી અનેક યુવાનો સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી રહ્યાં છે આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુવાઓને રોજગાર આપવા માટે સતત પ્રયત્નશીલ છે જેના માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી સતત કાર્યરત છે. ત્યારે આજે વાત કરીએ બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી વિશ બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી કૌશલ્યવાન રોજગાર ઈચ્છુકો અને ઔધોગિક એકમો વચ્ચે સેતુ બનીને ઔધોગિક એકમોને કુશળ માનવબળ પૂરું પાડી રહી છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં જિલ્લામાં ૪૦ જેટલા ભરતીમેળા યોજાયા હતા. જેમાં ૧૭૧૪ જેટલા રોજગાર ઈચ્છુકો પ્રાથમિક પસંદગી પામ્યા હતા તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૦ જેટલા રોજગાર મેળા યોજીને ૧૭૦૫ જેટલા રોજગાર ઈચ્છુકોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી રોજગારને લગતી તમામ જાણકારી આંગળીનાં ટેરવે મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા કાર્યરત ઓનલાઇન જોબ પોર્ટલના માધ્યમથી યુવાનો સરળતાથી રજીસ્ટ્રેશન કરી રોજગારી મેળવી શકે છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.