સુરેન્દ્રનગર જીલ્લા માં વીજ સમસ્યા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા માં વીજ સમસ્યા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા.


*સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ સમસ્યાઓ તથા વીજપ્રવાહને લગતા પ્રશ્નોના તાત્કાલિક તથા સમયસર ઉકેલ લાવવા માટે અવિરત કાર્યરત પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ*
૦૦૦૦૦
*પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો તથા જાહેર જનતાના હિતાર્થે કચેરીના જુનિયર ઇજનેરશ્રીઓ, નાયબ ઇજનેરશ્રીના સંપર્ક નંબરની યાદી પ્રસિદ્ધ કરાઈ*
૦૦૦૦૦
**જિલ્લાની તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે ફોલ્ટ સેન્ટરો કાર્યરત, પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩/૧૯૧૨૨/૯૫૧૨૦૧૯૧૨૨*
૦૦૦૦૦૦

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાતી વીજ સમસ્યાઓ તથા વીજપ્રવાહને લગતા પ્રશ્નોના તાત્કાલિક તથા સમયસર યોગ્ય ઉકેલ લાવવા માટે પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ અવિરત કાર્યરત રહે છે. ત્યારે પીજીવીસીએલ વર્તુળ કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તેમના નેતૃત્વ હેઠળ આવેલ તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે ફોલ્ટ સેન્ટરો રાખવામાં આવે છે.

જેમાં ગ્રાહકો તથા જાહેર જનતા તેમના વીજ પ્રશ્નો પીજીવીસીએલ સમક્ષ રજુ કરી શકે તે માટે લેન્ડલાઇન ફોન, મોબાઈલ ફોનની સુવિધા ઉપલબ્ધ છે. જાહેર જનતાની વધુ સગવડતા અર્થે ફરિયાદ/ પ્રશ્નોના નિકાલ માટે જુનિયર ઇજનેરશ્રી, નાયબ ઇજનેરશ્રીના સંપર્ક નંબરોની યાદી પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો તથા જાહેર જનતાના હિતાર્થે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આપની આસપાસ સર્જાતા વીજ વિક્ષેપ કે વીજ સમસ્યાઓની ટેલીફોનીક રજૂઆત પ્રથમ ફોલ્ટ સેન્ટરના લેન્ડલાઇન નંબર પર જ કરવી. જેથી ફોલ્ટ સેન્ટરમાં ફરજ પર હાજર કર્મચારીઓ ત્વરિત નિકાલ લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે. જો સંજોગોવસાત લેન્ડલાઇન નંબર ન લાગે તો ફોલ્ટ સેન્ટરનો મોબાઈલ નંબર પર સંપર્ક કરવો અને જો તેમાં પણ સંપર્ક ન થાય તો તે કચેરીના જુનિયર ઇજનેરશ્રીઓ અને જરૂર જણાય તો નાયબ ઇજનેરશ્રીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩/૧૯૧૨૨/૯૫૧૨૦૧૯૧૨૨ ઉપર પણ ફરિયાદ કરી શકાય છે.
૦૦૦૦૦૦

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.