જાદર પોલીસ સ્ટેશનના જાદર ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોબાઈલ - At This Time

જાદર પોલીસ સ્ટેશનના જાદર ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોબાઈલ


ફોન-૧ કિ.રૂ. ૧૨,૯૯૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રીવિજય પટેલ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પો.ઇન્સ. શ્રી એસ.એન.કરંગીયા, એલ.સી.બી.તથા પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડાનાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઈ. વિક્રમસિંહ તથા હે.કો. વિરભદ્રસિંહ તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા અ.પો.કો.શુકલજીતસિંહ તથા ટે.ઓ. સચીનકુમાર વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ.

ઉપરોકત ટીમના માણસો આજરોજ તા.૧૮/૦૫/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. શુકલજીતસિંહ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે, " એક ઇસમ આછા વાદળી કલરનો આંખી બોચનો શર્ટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ એમરસિંહ સ/ઓ રજૂસિંહ કાળાજી પરમાર ઉવ.૪૨ મૂળ રહે કડોદરી નાહિંમતનગર જી.સાબરકાંય જેણે જાદર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ અંબે માતાના મંદિર ખાતેથી બરગંડી લાલ કલરનો vive કંપનીનો Y15 મોડેલાના મોબાઈલ ફોનની ચોરી કરેલ છે અને મહેતાપુરા ચાર રસ્તા પાસે તેને વેચવાની ફિરાકમા ફરે છે" જે આધારે સદર જગ્યાએ જતા બાતમી હકીકતવાળો ઇસમ મળી આવતા સદરીની અંગ ઝડતીમાંથી બરગંડી લાલ કલરનો વીવો Y15 મોબાઈલ VFI નંબર-866767043760195 888767043760187 B.રૂ.૧૨,૯૯૦/- નો મળી આવેલ જે મોબાઈલ જાદર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૪૨૪૦૧૦૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હોય જેથી સદરી ઈસમ અમરસિંગ સ/ઓ રજસિંહ કાળાજી પરમાર ૨.૧૪૨ મુળ રહે.કડોટરી અંબેમાતા મંદીર પાસે તા.હિંમતનગર જી.સાબરકાંઠા હાલ રહે. માનગઢ તા.ઈડર જી.સાબરકાંઠાનેવાળાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી આરોવી તથા ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી જાદર પો.સ્ટે. ખાતે સોપેલ છે.

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.