પોશીના પો.સ્ટે.ના દોતડ ગામે બનેલ ખુનના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી સાબરકાંઠા પોલીસ
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
પોશીના પો.સ્ટે.ના દોતડ ગામે બનેલ ખુનના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી સાબરકાંઠા પોલીસ
ગઇ તારીખ ૨૭/૦૬/૨૦૨૪ ના રોજ પોશીના પો.સ્ટે. વિસ્તારના દોતડ ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં આ કામના કોઇ અજાણ્યા આરોપીઓએ કોઇ પણ અદાવત કે કોઇ કારણોસર ફરીયાદીના દિકરાને પથ્થર જેવા કોઈ બોથડ પદાર્થથી માથાના જમણા ભાગે તથા મોઢાના ભાગે જમણા લમણા ઉપર માર મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુન્હો કરેલ જે અંગે પોશીના પો.સ્ટે.માં પાર્ટ-A- ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૦૨૪૦૩૨૧/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.
આ ગંભીર પ્રકારનો ખુનનો ગુન્હો શરૂઆતમાં વણશોધાયેલ હોઇ તે શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ આ ગુન્હો શોધી કાઢવા ના.પો.અધિ.શ્રી ઇડર વિભાગ ઇડર તથા સી.પી.આઇ.શ્રી ખેડબ્રહમા તથા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. તથા પો.સ.ઇ.શ્રી પોશીના પો.સ્ટે.ને સુચના કરતાં આ ગુન્હો શોધી કાઢવા પોલીસની જુદીજુદી ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા સી.સી.ટી.વી ફૂટેજ તથા સ્થાનિક બાતમીદારો આધારે તમામ એંગલથી તપાસ આદરેલ.
દરમ્યાન આ કામે મરણજનારના સગાસબંધીઓને પુછપરછ માટે બોલાવી નિવેદન લેતાં શરૂઆતમાં કોઇ ફળદાયક હકીકત જણાઇ આવેલ નહી. જેથી મરણજનારના સગાસબંધીઓને વધુ પુછપરછ માટે બોલાવી યુકિતપ્રયુકિતથી વિશેષ પુછપરછ કરતાં મરણજનારનો ભાઇ બચુભાઇ લાધાભાઇ તરાલ રહે.દોતડ (રૂપોત ફળો), તા.પોશીના, જી.સાબરકાંઠાનાઓએ પોતે તથા પોતાના ગામના શંકરભાઇ રણછોડભાઇ તરાલ નાઓએ ભેગા મળી આ પોતાના નાનાભાઇ મુન્નાભાઇનું ખુન
1/3
કરેલાની કબુલાત કરતાં બંન્નેને અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરેલ છે. પોતાના નાના ભાઇ મુન્નાભાઇનું ખુન કરવાનું કારણ પુછતાં બચુભાઇએ જણાવેલ કે તેને આ નાનાભાઇ મુન્નાભાઇ સાથે એકાદ-બે વર્ષ પહેલા નદીમાં મચ્છી મારવા ગયેલ હતા તે વખતે મચ્છીના ભાગલાગ બાબતે બંન્ને ભાઇઓને બોલાચાલી થતાં મુન્નાભાઇએ આ બચુભાઇને માથામાં પથ્થર મારી માર મારેલ હતો પરંતુ જેતે વખતે બંન્ને ભાઇએ સમાધાન કરી લીધેલ હતુ, કોઇ ફરીયાદ કરેલ ન હતી તેમ છતાં આ મુન્નાભાઇ અવાર નવાર નાની મોટી વાતોમાં પોતાને હેરાન કરતો હોય જેથી તેને મારી નાંખવાનો વિચાર કરેલ. જેથી તા.૨૭/૦૬/૨૦૨૪ના રોજ પોતાના ગામના વિનોદભાઇની જાનમાં હિંગટીયા ગામેથી પોતે તથા તેનો ભાઇ મુન્નાભાઇ તથા તેના ગામના શંકરભાઇ રણછોડભાઇ તરાલ નાઓ ચાલતા પરત આવતાં હતા દરમ્યાન આ મુન્નાભાઇએ દારૂ પીધેલ હોઇ સાબરમતીની નદીમાં વધુ દારૂ પીવડાવતાં બેભાન થઇ સુઇ જતાં નજીકમાંથી પડેલ પત્થર મારી મારી નાખેલાનું જણાવેલ.
આમ સાબરકાંઠા પોલીસને જુદીજુદી ટીમોના સહીયારા પ્રયાસથી શરૂઆતમાં વણશોધાયેલ ગંભીર પ્રકારનો ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મેળવેલ
છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.