ભાવનગર ની શિક્ષણ અને સંસ્કાર ભૂમિ પરથી બાળ કેળવણીનું જે કામ થાય છે તે ગુજરાતમાં બીજે ભાગ્યે જ જોવા મળે છે
ભાવનગર ની શિક્ષણ અને સંસ્કાર ભૂમિ પરથી બાળ કેળવણીનું જે કામ થાય છે તે ગુજરાતમાં બીજે ભાગ્યે જ જોવા મળે છે
ભાવનગર ભારતીય પરંપરા થી બાળ કેળવણીનો મહિમા મુકનાર ગિજુભાઈ બધેકા ઈચ્છતા કે બાળકના હાથ પગ માટી થી ખરડાયેલા હોય... ભારતીય સંસ્કૃતિમાં પણ રમણ રેતીના પ્રસંગથી માટીનું મહિમા ગાન થયું છે .. વૈજ્ઞાનિક તથ્યો પણ સ્પષ્ટ કરેછે કે માટી સાથે વિકસતા બાળક ના મસ્તિષ્કના ન્યુરોસ સરળતાથી જોડાણ મેળવે છે .... અને 65..70વર્ષ પછી ના મેન્ટલ ડિસઓર્ડર્સથી તેને દૂર રાખે છે... તેથી જ શિશુવિહાર બાલમંદિર ના બાળકોને પ્રાકૃતિક જીવન સાથે જોડી રાખવા માટે માટી કામ આપવામાં આવે છે.. ખાસ કુંભારને બોલાવી ચાકડા ઉપર પ્રત્યક્ષ કામ આપવામાં આવે છે... ભાવનગર ની શિક્ષણ અને સંસ્કાર ભૂમિ પરથી બાળ કેળવણીનું જે કામ થાય છે તે ગુજરાતમાં બીજે ભાગ્યે જ જોવા મળે છે.. યુનિસેફના તાજેતરના અહેવાલ અનુસાર આવતા એક દાયકામાં વિશ્વભરના દેશોએ પોતાના નાગરિકો માનસિક સ્વાસ્થ્ય પાછળ હવે વધુ ને વધુ ખર્ચ કરવો પડશે.. ...આ હકીકત સામે રાખી મા બાપો એ સમજવું પડશે કેચાર દીવાલો વચ્ચેના ના શિક્ષણ એ જે સામાજિક અને સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નો ઉભા કર્યા છે તેનો જવાબ ગિજુભાઈએ આપેલી બાલમંદિરની તાલીમમાં છે.. મોંઘી શિક્ષણ પદ્ધતિમાં નથી.. યુનિવર્સિટીના મહાકાય માળખામાં નથી પણ બાલમંદિરની તાલીમમાં રહેલો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.