સગીર પર અત્યાચાર નો વિડીયો વાયરલ ધંધુકા પોલીસની ત્વરિત કાર્યવાહી આરોપી ઝડપાયો
સગીર પર અત્યાચાર નો વિડીયો વાયરલ ધંધુકા પોલીસની ત્વરિત કાર્યવાહી આરોપી ઝડપાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નજીક પચ્છમ ગામમાં સગીર પર શારીરિક અને જાતીય અત્યાચારનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્રારા ત્વરિત તપાસ હાથ ધરાઈ. FIR નોંધાઈ, આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાયા.
વાયરલ વીડીયો ના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરાઈ
સોશિયલ મીડિયા પર 08/03/2025 ના રોજ એક ચોંકાવનારો 4 મિનિટનો વીડિયો વાયરલ થયો, જેમાં બે સગીરો એક અન્ય સગીર પર શારીરિક અને જાતીય હિંસા કરતા જોવા મળ્યા.
વિડિયોની સત્યતા ચકાસી, ધંધુકા પોલીસ દ્રારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાંટના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગીશા જોષી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજીયાના નેતૃત્વમાં ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી.
બાળકને કાઉન્સિલિંગ આરોપીઓ FIR નોંધાઈ.
પોલીસ દ્રારા ભોગ બનનારના વાલીઓનો સંપર્ક કરી તેમની કાઉન્સિલિંગ કરવામાં આવી.
વાયરલ વીડિયોના આધારે FIR નંબર 11192018250116/2025 મુજબ IPC, પોકસો એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
આરોપી સગીરોની ઓળખ કરી, તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ.
શૂન્ય સહિષ્ણુતા નીતિ મુજબ કડક પગલાં લેવાય
આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, કોઈપણ પ્રકારની ઢીલ નહીં અપાય
બાળક કલ્યાણ સમિતિ અને કાઉન્સિલર દ્વારા પીડિતનું સંપૂર્ણ કાઉન્સિલિંગ શરૂ
પીડિત વળતર યોજના હેઠળ સહાય મેળવવા તાત્કાલિક કાર્યવાહી.
હાલમાં, ધંધુકા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ડી. ગોજીયા આ ગુનાની વધુ તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા મળે તે માટે તમામ કાયદેસર પગલાં ભરાશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
