રાજકોટમાં 65 મિલ્કતોને સીલ કરી 4468ને નોટીસ, 3 નળ કનેક્શન કપાત કરી 9.66 કરોડ વસૂલ્યા, ચાલુ વર્ષની આવક 232.31 કરોડ - At This Time

રાજકોટમાં 65 મિલ્કતોને સીલ કરી 4468ને નોટીસ, 3 નળ કનેક્શન કપાત કરી 9.66 કરોડ વસૂલ્યા, ચાલુ વર્ષની આવક 232.31 કરોડ


રાજકોટ કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા રૂ. 300 કરોડનાં લક્ષ્યાંકને પાર કરવા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનામાં પણ વેરા વસુલાત વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું. જેમાં 65 મિલકતોને સીલ કરી 4,468ને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 3 નળ કનેક્શન કપાત કરીને રૂ. 9.66 કરોડની વસુલાત પણ કરવામાં આવતા ચાલુ વર્ષની આવક રૂ. 232.31 કરોડ પર પહોંચી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.