રાજકોટમાં પરીવારને મારી નાખવાની ધમકી આપી બ્યુટીપાર્લર સંચાલિકા પર દુષ્કર્મ આચરી નિર્લજ્જ હુમલો - At This Time

રાજકોટમાં પરીવારને મારી નાખવાની ધમકી આપી બ્યુટીપાર્લર સંચાલિકા પર દુષ્કર્મ આચરી નિર્લજ્જ હુમલો


બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતી 28 વર્ષની મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં રવિ દાદ મકવાણા (રહે. કોઠારિયા રોડ પર અમરનાથ પાર્ક શેરી નં.1) નું નામ આપતા ભક્તિનગર પોલીસે દુષ્કર્મ, મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી યુનિવર્સિટી રોડ વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવે છે અને કોઠારીયા રોડ પર રહેતાં તેના માવતરના ઘરે તે અવારનવાર જતી હતી ત્યારે ત્યાં પાડોશમાં રહેતા રવિ સાથે પરિચય થયો હતો ત્યાર બાદ પાંચેક વર્ષ પહેલાં તેને મારા મોબાઇલ નંબર મેળવી ફોન કર્યો હતો અને તેમાં તેને તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે.
જેથી તેને ના પાડી હતી. ત્યાર બાદ અઢી વર્ષ પહેલાં ફોન કર્યો અને હું તને લવ કરું છું હવે તું મારી જ છો અને મારી જ કરીને રાખીશ, હું કોઈની થવા નહી દવ હું તને ભગાડી લઈ જઈશ ચાલ આપણે ભાગી જઇએ જેથી તેણીએ તેમનો સંસાર બગડે નહી જેથી તેને ના પાડી હતી.
તે દરમિયાન ફરીયાદી ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘરે ઘસી આવ્યો હતો અને તેણીનું વોટ્સએપ તેના મોબાઈલમાં કનેક્ટ કરી નાસી છૂટ્યો હતો. થોડા દિવસ બાદ તેણી ઘેર એકલી હોય ફરીવાર તે ઘસી આવી મારી સાથે સંબધ બાંધવા છે, તેવુ કહેતાં મહિલાએ ના પાડતા તારા સંતાનો, પતિ અને તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી તેના રૂમમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ ફરી એકવાર ઘરમાં ઘુસી મહિલાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી ફોટા પાડી લીધાં હતાં અને તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભૂતખાના ચોકમાં આવેલ હોટલમાં લઈ જઈ ત્રણ વાર દેહ ચૂંથ્યો હતો.
દરમિયાન ગઈ તા.5 ના તેણી બીમાર હતી ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારે પણ આરોપીએ તેણીને હોટલમાં બોલાવી હતી અને મારામારી કરી હુમલો પણ કર્યો હતો. બાદમાં મહિલા હોટલમાંથી બહાર નીકળતી વેળાએ તેમનો પતિ જોઈ જતાં બનાવની વાત સામે આવી હતી.
બાદમાં પતિને તેની સાથે વાત કરતી હોવાની જાણ થતા બન્ને વચ્ચે ઝઘડો થતા તે તેના માવતરના ઘેર આવી હતી. ત્યાર બાદ આરોપીએ તારા ફોટા અને વાતચીત કરતા હોવાના રેકોર્ડિંગ મારી પાસે છે, તેમ કહી સંબંધ રાખવાની ધમકી આપતો હોય જેથી માતાને વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.