સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના ગામોમાં ઈદે મિલાદ શરીફના ઝુલુસ પ્રસ્થાન થયા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શહેરમાં ઇદે મિલાદ નિમિત્તે ટાવર ચોકમાં 180 કિલોની કેક કપાઇ.
સુરેન્દ્રનગર વઢવાણ તેમજ ઝાલાવાડના આજુ બાજુના ગામોમાં આજે હજરત મહંમદ સાહેબનો જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા જેનાબાદ ધાંગધ્રા લખતર લીમડી ચોટીલા સહિતના ગામોમાં આજે ઇલે મિલાદ શરીફના પ્રસ્થાન થયા છે જ્યારે નાના નાના બાળકોને પોતાના વાહનોમાં બેસાડી અને ઈદે મિલાદના જુલુસમાં કોમી એકતાના માહોલ વચ્ચે આજે ઝાલાવાડમાં ઈદે મિલાદ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરમાં આજે સવારના 9 વાગ્યે ટાવર ચોકેથી ઈદે મિલાદના પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સુરેન્દ્રનગર શહેરના જુમ્મા મસ્જિદના પેસીમામ હાજી સૈયદ હનીફ બાપુ તેમજ સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર હાજી સૈયદ યુસુફ મીયા બાપુ તેમજ હાજી ઈરફાન બાપુ ઉર્ફે દાદાબાપુ નૂરુદીન બાપુ તેમજ સુરેન્દ્રનગર શહેરની તમામ મસ્જિદોના મોલવી સાહેબો સહિતના એકત્રિત થઈ અને આજે પોતપોતાના વાહનોને સુશોભિત કરી અને કોમી એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આજે આખો દિવસ વાયજ તેમજ નાના નાના બાળકોને ઇનામ વિતરણ સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાશે ત્યારે વઢવાણ શહેરમાં કસ્બા જમાત દ્વારા ઈદે મિલાદના જુલુસને પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ચોટીલા પાટડી દસાડા જેનાબાદ લખતર ચુડા લીમડી સહિતના ગામોમાં પણ આજે ઈદે મિલાદના ઝુલુસ કોમી એકતાના માહોલ વચ્ચે પ્રસ્થાન થયા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર પાણી શરબત તેમજ નીઆજ પ્રસાદ આઇસ્ક્રીમ સહીદની વિવિધ વસ્તુઓ ચોકલેટ બિસ્કીટનું નાના નાના બાળકોને વિતરણ કરી અને આજે કોમી એકતા અને ભાઈચારાના માવલ વચ્ચે ઈદે મિલાદ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે જુલુસ કાઢી અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી છે અને શાંતિ અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે ઉલ્લેખની છે કે ઈદે મિલાદના દિવસે ઝુલસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર ધાર્મિક કાર્યક્રમનું આયોજન તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં મસ્જિદોના આલીમ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, અને સંસ્કારધામ ગુરુકુળના સેવકો,તથા નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખએ ઝુલસમાં મૌલાનાનું સન્માન કરી ભાઈ ચારોનો સંદેશ આપેલ હતો ધર્મગુરુઓ દ્વારા ઈદે મિલાદુન નબીના તહેવારના જુલુસમાં જોડાઈ અને કોમી એકતા તેમજ ભાઈચારાનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આ તકે ધ્રાંગધ્રામાંથી લોકો જોડાઈ અને ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી છે અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર કેક કાપી અને નાના બાળકોને અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરાવી અને ઉજવણી કરાઈ છે ઈદે મિલાદના પર્વ નિમિત્તે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કથળે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા તમામ તાલુકા અને સીટી વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જયારે ચોટીલા શહેરમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઇદ એ મિલાદુ નબીની કોમી એખલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે નિકળેલ જુલસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ચોટીલા તમામ સુન્ની ફિરકાઓનાં મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે નબી સાહેબનાં જન્મ સમયે ફઝલ ની નમાઝ મસ્જિદ ખાતે અદા કરી એકબીજાને ઇદની મુબારકી પાઠવી ઉજવણી કરેલ હતી આ પ્રસંગે શહેરમાં જુલસ નિકળેલ હતું જેમા મોટી સંખ્યામાં તમામ સુન્ની મુસ્લિમ ફિરકાઓના બિરાદરો જોડાયા હતા અને જુલસ મસ્જિદથી નુરપીરદાદાની દરગાહ થઈ ટાવર ચોક રામચોક જેવા મુખ્ય માર્ગો ઉપર કોમી એખલાસ સાથે ફરેલ હતું તમામ વર્ગના લોકોએ ઇદ ની મુબારકી પાઠવી હતી. આ પ્રસંગે તમામ શુન્ની મુસ્લિમ પરિવારોની જમાતે મસ્જિદ અને પોતાના ઘર ઉપર રોશનીની સજાવટ કરેલ હતી તેમજ નિયાઝ કરીને પરિવારો વચ્ચે ઈદની ઉજવણી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.