બોટાદ જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લા કક્ષાના 78 માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


(ચેતન ચૌહાણ દ્વારા)
આઝાદીના 78મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાકક્ષાની ઉજવણી સરકારી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના વન-પર્યાવરણ અને કલાઈમેન્ટ
ચેન્જ બાબતોના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.રાજયના મંત્રીએ ધ્વજવંદન કરીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.બોટાદ શહેરમાં આવેલ સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનો 78મો સ્વતંત્રતા પર્વની ઉજવણી રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ ધ્વજવંદન કર્યુ હતું અને ત્યારબાદ મંત્રી, કલેકટર, એસપી એ ખુલ્લી જીપમાં પોલીસ જવાનો દ્વારા કરવામાં આવનારા કરતબો, પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.બોટાદની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. તેમજ મંત્રી મુળુભાઈ બેરા,ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા,ધારાસભ્ય કાળુભાઇ ડાભી, કલેકટર,એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ વૃક્ષા રોપણ કર્યુ હતું.બોટાદ ખાતે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમા રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કલેકટર ડો. જીન્સી રોય, એસપી કે.એફ બળોલીયા, ડિડિઓ અક્ષય બુડાનિયા, ડિવાયેસપી મહર્ષિ રાવલ, ડિવાયેસપી એ એ સૈયદ, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત આગેવાનો તેમજ મોટી સખ્યામાં સરકારી કર્મચારીઓ અને નાગરીકોઉપસ્થિત રહ્યા હતા.78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ બોટાદ ખાતે ઉજવાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને વહિવટી તંત્રને બિરાદવીને બોટાદ શહેર જિલ્લાના નાગરીકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.