**ઝાલોદ ન - પાલિકા વહીવટીતંત્રની ગંભીર બેદરકારી તહેવારો સમયે રોડની તોડફોડ કરીને કામગીરી હાથ ધરાતા/વાહન -ચાલકો સહિત વેપારીઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર ** - At This Time

**ઝાલોદ ન – પાલિકા વહીવટીતંત્રની ગંભીર બેદરકારી તહેવારો સમયે રોડની તોડફોડ કરીને કામગીરી હાથ ધરાતા/વાહન -ચાલકો સહિત વેપારીઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર **


**ઝાલોદ ન - પાલિકા વહીવટીતંત્રની બેદરકારી તહેવારો સમયે રોડની તોડફોડ કરીને કામગીરી હાથ ધરાતા/વાહન -ચાલકો સહિત વેપારીઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર **

ઝાલોદ ન પાલિકા આખુ વર્ષ ઉઘતી રહી અને તહેવારો નજીકના સમયે રસ્તાની તોડફોડ કરી કામગીરી હાથ ધરાતા હાલ વાહન -ચાલકો તેમજ વેપારીઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર જણાય આવે ,જયારે આખુ વર્ષ વેપારીઓ ધંધા-રોજગારથી ઠંડા હોવાથી પરેશાન હતા ત્યારે દિવાળીના તહેવારના સમયે ધંધા -રોજગારની થોડી આશા રાખતા હોય પરંતુ ન.પાલિકા વહીવટીતંત્રની આડેધડ ખોદકામના કારણે વેપાર ઉપર માઠી અસર પડતી જણાય આવે છે,
ઝાલોદ ન.પાલિકા દ્વારા બાંસવાડા રોડ ખાતે આડેધડ ખોદકામ કરીને રસ્તાની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે ન.પાલિકા આખુ વર્ષ ઘોરનિદ્રા માંથી સફાળુ જાગતા દિવાળીના તહેવારોના સમયે સફાળુ જાગતા વેપારીઓ માટે આ કામગીરી મુસીબત સમાન બની રહી છે,તો બીજી તરફ મુખ્ય રોડ હોવાથી વાહનોને ભારે વાહન પસાર થતા મોટી ટ્રાફિક સમસ્યાઓ ઉદભવી રહી છે જેથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે,ત્યારે કામગીરીના લીધે ધુળ --ધુમ્મસનો સમગ્ર રસ્તા ઉપર ભયંકર ત્રાસ જણાય આવે છે,ત્યારે દિવાળીના તહેવારોના ખરા સમયે રોડની તોડફોડ કરાતા હાલ વેપારીઓ સહિતનાઓમા છુપો રોષ જણાય આવે છે, તેમજ વહીવટીતંત્ર દ્વારા ઝડપી ધોરણે રોડની કામગીરી પુર્ણ કરવામા આવે તેવી લોકમાંગ જણાય આવે છે ...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image