પુત્રની સ્નાયુની બીમારીની ચિંતામાં માતાએ એસીડ પી મોતને વ્હાલું કર્યું
કોઠારીયા રોડ ઉપા માધવ રેસીડેન્સમાં રહેતી મહિલાએ પુત્રની સ્નાયુની બીમારીની ચિંતામાં એસીડ પી જીવન ટુંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ ઉપર માધવ રેસીડેન્સી-6માં રહેતા મોહિનીબેન પાર્થભાઈ વિરડીયા (ઉ.27) ગઈ તા.18ના પોતાના ઘરે હતા ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં પ્રથમ ખાનગી હોસ્પીટલમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજયું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.
વધુમાં મળેલ વિગત મુજબ મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા ખોખડદળ પાસે કારખાનું ધરાવતા પાર્થભાઈ સાથે થયા હતા. તેઓના ત્રણ વર્ષનો એક પુત્ર હતો જેમને જન્મથી જ સ્નાયુની બીમારીથી પીડીત હોવાથી તેમની ચિંતામાં અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.