માનસિક બિમારીથી કંટાળી નિવૃત તલાટીનો એસીડ પી આપઘાત - At This Time

માનસિક બિમારીથી કંટાળી નિવૃત તલાટીનો એસીડ પી આપઘાત


માધાપર ચોકડી પાસે આવેલ ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ધનજીભાઇ અટારા (ઉ.વ.83) ગઇ તા. 24ના પોતાના ઘરે માનસીક બિમારીથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની હોસ્પીટલે ખસેડાયા હતા જ્યાં તેમનું ટુંકી સારવારમાં મોત થયું હતું. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા એએસઆઈ ઘેલુભાઈ સહિતનાં સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. અને આપઘાતના કારણ અંગે પરીવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતુંં કે આપઘાત કરનાર મનસુખભાઈ નિવૃત તલાટી હતાં અને લાંબા સમયથી માનસીક બિમારીથી પીડાતા હતા. જેમનાથી કંટાળીને પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. મૃતક મનસુખભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.