એક ઇંચ વરસાદમાં માલપુર રોડ પરની સત્યમ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. - At This Time

એક ઇંચ વરસાદમાં માલપુર રોડ પરની સત્યમ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા.


અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે મોડાસા નગરના માલપુર રોડ પર આવેલ વનમાળી ફાર્મ સામે સત્યમ સોસાયટી ના રોડ પર એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. નગરપાલિકાએ દોઢ મહિના પહેલા સત્યમ સોસાયટી નો નવીન રોડ બનાવ્યો છે પહેલા રોડ હતો તેનાથી દોઢ ફૂટ નીચો રોડ બનાવ્યો. સાથે સાથે નીચો બનાવેલ રોડ પર પાણી જવા માટે જાળી મુકી ગટર મા જોડાણ કરેલ છે. સામે આવેલ વનમાળી ફાર્મ નું પાણી સીધું હાઈવે પરથી પસાર થઈ સત્યમ સોસાયટીના માર્ગ પર આવે છે ગટર પર મુકેલ જાડી ખૂબ જ નાની છે આજુબાજુમાં દોઢ ફૂટ ઊંચાણથી માટી ધોવાઈ અને ગટરના જાળી પર જમા થઈ જેના કારણે ગટરમાંથી પાણી જવાનું બંધ થઈ ગયું છે. સત્યમ સોસાયટી નો રોડ મુખ્ય હાઈવેથી દોઢ ફૂટ નીચો બનાવ્યો છે. જ્યારે રસ્તો નવો બનતો હતો ત્યારે રહીશો દ્વારા અઘરો વિરોધ કરી રસ્તો ઊંચો બનાવવા કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી પણ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની કરી આ રસ્તો આજુબાજુ ના પુરાણથી દોઢ ફૂટ નીચો પાડી દઈ જાણી જોઈ ને સત્યમ સોસાયટીના રહીશોને પરેશાન કરવા માટે આ રસ્તો નીચો બનાવ્યો છે. મોડાસા નગરપાલિકા આ રસ્તા બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ આ રસ્તો ફરીથી દોઢ ફૂટ ઊંચો બનાવી રહીશો ને ન્યાય આપવા રહીશો દ્વારા માગણી કરવામાં આવી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.