પત્નીની સારવાર માટે ગયેલા વૃધ્ધના મકાનમાંથી રૂા.1.50 લાખના રોકડની ચોરી - At This Time

પત્નીની સારવાર માટે ગયેલા વૃધ્ધના મકાનમાંથી રૂા.1.50 લાખના રોકડની ચોરી


વૈશાલીનગર શેરી નં.10માં પત્નીની સારવાર માટે હોસ્પીટલે પાડોશીને મકાનની ચાવી આપી ગયેલા વૃધ્ધના મકાનમાંથી તસ્કરો રૂા.1.50 લાખની રોકડની ચોરી નાસી છૂટતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
બનાવ અંગે વૈશાલીનગર શેરી નં.10 ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટની સામેની શેરીમાં રહેતા મેરુભાઇ લખમણભાઇ ખાચર (ઉ.વ. 70)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ હતું કે તેઓ પત્ની સાથે રહે છે, ગઇ તા.17ના સવારે સાતેક વાગ્યે તેમની પત્નીને તબીયત ખરાબ હોય જેથી રૈયા ચોકડી પાસે આવેલ સેલસ હોસ્પિટલે દવા લેવા જવાનું હોય જેથી રૂમનો દરવાજો અને બહારની ડેલીને તાળુ મારી પડોશી રાકેશભાઇ જેઠવાને ચાવી આપી ગયેલ હતા.
બાદમાં તેમના પત્નીને હોસ્પીટલમાં દાખલ કરેલ અને ગઇકાલે તેઓ દિવસના અગિયારેક વાગ્યાની આસપાસ ઘરે આવેલ અને પડોશી પાસેથી ઘરની ચાવી લઇ મકાનના બહારના દરવાજાનું તાળુ ચાવીથી ખોલીને અંદર પ્રવેશ કરતાં જોયું તો રુમના દરવાજાને મારેલું તાળુ નકુચા સહિત નીચે પડેલ હતું. અંદર પ્રવેશ કરતાં રુમમાં આવેલ કબાટમાં લોક મારેલ હતું.
તે લોક પણ તોડેલ હોય અને તેમાં રાખેલા રોકડ રુા. 1.50 લાખ જોવા મળેલ ન હતા.તેઓને તેમના સંબંધીએ નોકરી કરી ભેગા કરેલા રૂપિયા તેમને સાચવવા માટે આપેલ હતા તે કોઇ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશીને ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા ચક્રોગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.