ઘોડાના મુવાડા ગામથી સ્મશાન તરફ જવાનો દોઢ કિ.મીના બિસ્માર માર્ગથી ગ્રામજનોને ભારે હાલાકી - At This Time

ઘોડાના મુવાડા ગામથી સ્મશાન તરફ જવાનો દોઢ કિ.મીના બિસ્માર માર્ગથી ગ્રામજનોને ભારે હાલાકી


લુણાવાડા તાલુકાના દલવાઈ ગ્રામ પંચાયતમાં આવેલ ઘોડાના મુવાડાથી સ્મશાન તરફ જવાનો દોઢ કિમીના બિસમાર માર્ગથી ગ્રામજનો વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ માર્ગ પર પટેલની સાવલી, પગીયાની સાવલી, ઘોડાના મુવાડા એમ ત્રણ ગામનું સ્મશાન આવેલું છે તેમજ આસપાસના ખેડૂતોને અવરજવરનો રસ્તો છે. દલવાઈ સાવલીના જાગૃત ગ્રામજન સાગર પંડ્યાની રજૂઆત છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આ માર્ગ બન્યો નથી કાદવ કીચડ વાળા આ રસ્તાના કારણે ચોમાસામાં અવરજવર કરવી । ખૂબ મુશ્કેલ બને છે. વરસાદ વરસતો હોય તેવા સમયે કયારેક ખેડૂતોના વાહન સ્લીપ થઈ જતાં નાના મોટા અકસ્માતના ભોગ પણ બનવું પડે છે. ગામના જાગૃત ગ્રામજને સીએમ વ્હોટસએપ નંબર પર આ રસ્તાનો વીડિયો મોકલી રજુઆત કરી છે ત્યારે સત્વરે આ રસ્તો બને તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.