અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતાના સમાવેશના વિરોધને વખોડી કલેકટરને આવેદનપત્ર આપ્યું.
બાલાસિનોર: મહિસાગર જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અભ્યાસક્રમમાં રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનના પાઠનો અભ્યાસક્રમ સમાવેશ કરવામાં આવતા કેટલાક લોકો દ્વારા તેનો વિરોધ થતાં આ વિરોધને સખત શબ્દોને વખોડી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
લુણાવાડામાં મહિસાગર જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા આસિસ્ટન્ટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને સખત શબ્દોમાં વખોડી આવેદન પત્રમાં જણાવાયું છે કે ,આ માટે રાજ્ય સરકારને અભિનંદન ,પરંતુ આ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનના પાઠનો અભ્યાસક્રમમાં સમાવેશ થતા કેટલાક લોકો દ્વારા તેનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે,જેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીયે. ભગવત ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે tસંપ્રદાયનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યા નથી ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંત અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માગતા મનુષ્ય માત્ર ને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે ભગવદ ગીતા દર્શાવે સદગુણ વિદ્યાર્થીના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય કે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે અને કોઈપણ જાતના વિરોધથી વિચલિતથયા વિના ભગવદ્ ગીતાના પાઠને અભ્યાસક્રમમાં ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ અનુરોધ કરે છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.