ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાપડ-અથાણાં બનાવવાની તાલીમ અપાઇ - At This Time

ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાપડ-અથાણાં બનાવવાની તાલીમ અપાઇ


સુરત ગ્રામીણ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સ્વસહાય જૂથની 35 બહેનો ઘરઆંગણે સ્વરોજગારી મેળવી શકે એ માટે વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ
આપવાના કાર્યક્રમનો પ્રારંભ ઉમરપાડાના ઘાણાવડ ગામે શરૃ થયો છે.ગ્રામીણ
સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન (આરસીએસઇઆઇ) સુરત દ્વારા 10 દિવસ ચાલનારા તાલીમ
કાર્યક્રમમાં પાપડ, અથાણાં અને મસાલા બનાવતાં શીખવવામાં
આવશે. તાલીમ બાદ બહેનો વસ્તુઓનું ઉત્પાદન કરી પોતાનો લઘુ ઉદ્યોગ શરૃ કરી શકે એવી
વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ઉમરપાડા
તાલુકાના 6
જેટલાં ગામોમા ખેડૂત, સખી મંડળ, યુવાનોની
સાથે મળીને આથક અને સામાજીક વિકાસ માટે સ્વરોજગારલક્ષી, પશુપાલન,
ખેતી જેવા વિવિધ કાર્યક્રમોની અદાણી ફાઉન્ડેશને શરૃઆત કરી છે. થોડાં
સમય પહેલાં ઉમરપાડાના ઉમરદા ગામમાં આવેલી વનરાજ આશ્રમ શાળામાં કન્યાઓ માટેની હોસ્ટેલનું
નિર્માણ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.