સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી વિંછીયા સી.એચ.સી.ને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ ફાળવાઈ - At This Time

સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી વિંછીયા સી.એચ.સી.ને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ ફાળવાઈ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ
વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ નગરિકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મૂકી હતી. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટ માંથી વિંછીયા ખાતે આવેલ શ્રીમતી રાજેશ્રીબેન વિપુલભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમબ્યુલન્સને લીલીઝંડી આપી લોકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મુકવામાં આવી હતી. મંત્રીની સાથે સાંસદ રામભાઈ મોકરીયા પણ આ તકે સાથે જોડાઈ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી આ એમ્બ્યુલન્સ વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માટે તથા બિમાર લોકોને ઈમરજન્સીના સમયે આરોગ્યની સેવાઓ પૂરી પાડવા ઉપયોગી બનશે. તેમ જણાવ્યું હતું દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કુંવરજીભાઈ બાવળિયા થકી જસદણ વિંછીયા પંથકમાં વિકાસની હારમાળા સર્જાઈ છે ત્યારે નવી એક એમ્બ્યુલન્સ દર્દીઓને ભારે રાહતરૂપ બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.