શિક્ષકોને લોલીપોપ નહી જુની પેન્શન યોજના આપો : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
શિક્ષકોને લોલીપોપ નહી જુની પેન્શન યોજના આપો : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી
તાજેતરમાં જ સમગ્ર ગુજરાત રાજયના સરકારી શિક્ષકો પોતાના જુદાં–જુદાં પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુકયુ હતુ, જેમાં શિક્ષકોનો વૃદ્ધા અવસ્થાનો આધાર સમાન મહત્વનો પ્રશ્ન જુની પેન્શન યોજના લાગુ કરવાનો પણ હતો, પરંતુ સરકારે તે પ્રશ્નનો સ્વીકાર કર્યો નથી અને માત્રને માત્ર સરકારી શિક્ષકોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો છે, સમગ્ર ભારત દેશનું ભવિષ્ય ઘડનાર આ શિક્ષકોને પોતાના હકક માટે સરકાર પાસે હાથ ફેલાવવો પડે જે દુ:ખદ બાબત છે, સરકારની મહત્વની કામગીરી તથા કાર્યક્રમોનો બોજ ઉપાડનાર શિક્ષકોનો બોજ સરકાર ઉપાડવામાં ઉણી ઉતરી છે, સમગ્ર ભારત દેશને સારા ડોકટરો,વૈજ્ઞાનિકો, ઈજનેરો, વકીલો, શિક્ષકો, પોલીસ, ઉદ્યોગપતિઓ તથા સારા નાગરીકો આપનાર શિક્ષકોને સરકાર જુની પેન્શન યોજના કેમ ન આપી શકે ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.