માળીયા હાટીના ઈસ્માઈલી સમાજની દીકરીએ એમબીબીએસ ટોપ કરી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું. - At This Time

માળીયા હાટીના ઈસ્માઈલી સમાજની દીકરીએ એમબીબીએસ ટોપ કરી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું.


માળીયા હાટીના ઈસ્માઈલી સમાજની દીકરીએ એમબીબીએસ ટોપ કરી રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યું.

ડો ફેરિયલ નાયાણી એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા માં આવતી ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે એમબીબીએસ માં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવતા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાના એવા માળિયા હાટીના શહેરની ઈસ્માઈલી સમાજની દીકરીએ એમબીબીએસમાં ગોલ્ડ મેડલ મેળવતાં તેમના પરિવારનું સમાજનું અને સમગ્ર માળિયા હાટીના શહેરનું નામ રોશન કર્યું છે ત્યારે ઈસ્માઈલી જમાત ના અગ્રેસરો સહિત સ્થાનિકો અને આગેવાનો એ દીકરી તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.