ગીર સોમનાથના મધમાખી પાલન કરતા ખેડૂતનુ રાજ્યના કૃષિ મંત્રીશ્રીના હસ્તે સન્માન…
23 ડિસેમ્બર, 2024 ના રોજ કિસાન દિવસ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને ફૂલછાબ દૈનિક દ્વારા આયોજિત કિસાન કુંભ - 2024 માં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના અને વૈજ્ઞાનિક ઢબે મધમાખી પાલન કરતા શ્રી જેઠાભાઈ રામ ને ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મોમેન્ટો અપર્ણ કરી અને એમનું સન્માન કરી એમના કાર્યને બિરદાવ્યું. આ સન્માન બદલ અબુંજા ફાઉન્ડેશન, કોડીનાર ના વડા શ્રી દલસુખ વઘાસિયા સાહેબ, કેવિકેના વડા શ્રી જીતેન્દ્રસિંહ સાહેબ અને કેવિકેના પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશ રાઠોડે તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786
+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.