નીતિ નિર્ધારકો ની નીચોવી લેવા ની વૃત્તિ. દેશ નો વિકાસ ઉત્સવો અને ભવ્ય ઇમારતો થી નહિ પણ જરૂરિયાત મુજબ પ્રાથમિક સુવિધા ઓ છે તેના પણ આંકી શકાય કૃષિપ્રધાન દેશ માં કૃષિકારો નું લાંબુ આંદોલન એ સોના ની થાળી માં લોઢા ની મેખ સમાન
નીતિ નિર્ધારકો ની નીચોવી લેવા ની વૃત્તિ.
દેશ નો વિકાસ ઉત્સવો અને ભવ્ય ઇમારતો થી નહિ પણ જરૂરિયાત મુજબ પ્રાથમિક સુવિધા ઓ છે તેના પણ આંકી શકાય
કૃષિપ્રધાન દેશ માં કૃષિકારો નું લાંબુ આંદોલન એ સોના ની થાળી માં લોઢા ની મેખ સમાન
ભ્રષ્ટાચાર ની ચૂંસી માં સૌથી ઓછો ભ્રષ્ટ દેશ ડેન્માર્ક સોથી વધુ ભ્રષ્ટ સોમાલિયા કરપશન પ્રસેશન્સ ઇન્ડેક્સ ૨૦૨૩ માં ૩૯ માં સ્કોર સાથે વિશ્વ ના ૧૮૦ દેશ માં આપણો દેશ ભલે ૯૩ માં રેન્ક પર રહ્યો પણ અઠેગઠે ના આવિષ્કાર માં આપણ ને કોણ મ્હાત કરી શકે ? ગમેતેવા રસ્તા શોધી ભ્રષ્ટાચાર ની નવી રીતો અજમાવી લેવા સૌથી આગળ છીએ તે તાજેતર ની બોન્ડ વાળી સિસ્ટમ થી સાબિત થઈ ગયું દેશ ના કરોડો નાગરિકો ને અંધારા માં રાખી દાન ના નામે રીતસર હપ્તા વસૂલી ચાલી રહી છે બોન્ડ ની યોજના તેનું તાજું ઉદારણ છે દેશ ની કરોડ રજૂ ગણાતા ખેડૂતો નું સૌથી લાબું આંદોલન દેશ માં દિન પ્રતિદિન ખેતી પ્રત્યે નો ઘટતો જતો લગાવ કૃષિ પ્રધાન દેશ માં કૃષિ કારો ની કફોડી સ્થિતિ નીતિ નિર્ધારકો ની નીચોવી લેવા ની વૃત્તિ લઘુતમ ટેકાના ભાવ (MSP મિનિમમ સપોર્ટ પ્રાઈસ) માટે કાનૂની ગેરેન્ટી સહિત અનેક માંગોને લઈને પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી ચલો વિરોધ પ્રદર્શનમાં દિલ્હી તરફ કૂચ કરવા કોશિશ કરી રહ્યા છે કૃષિકારો અને પોલીસ વચ્ચે ઠેર ઠેર ધર્ષણો ના દ્રશ્યો વર્ષ ૨૦૨૦ માં ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા પસાર ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં લગભગ એક સવા વર્ષ સુધી દિલ્હીની સરહદો એ દેખાવો કર્યા હતા તેના કારણે સરકારે પારોઠ ના પગલાં ભરવા પડ્યા વર્ષ ૨૦૨૧ માં ત્રણેય કાયદાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી ખેડૂતો ના ૧૨ સૂત્રીય એજન્ડા ની માંગ બધા પાકો (ઉપજો) માટે લઘુતમ ટેકાના ભાવો (MSP)ની ગેરેન્ટી માટે એક કાનૂન અને ડૉ.એમ.એસ. સ્વામીનાથન આયોગના રિપોર્ટ અનુસાર પાકોનું ભાવ નિર્ધારણ કરવાનો સમાવેશ થાય છે સ્વામીનાથન આયોગના રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારે ઉત્પાદનની ભારતી સરેરાશ કિંમત કરતાં ઓછામાં ઓછા ૫૦% વધુ MSP વધારવી જોઈએ તેને C2+ ૫૦ % ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં ખેડૂતોને ૫૦% વળતર આપવા માટે જમીન પર મૂડી અને ભાડાંની અંદાજિત કિંમત (C2 તરીકે ઓળખાય છે)નો સમાવેશ થાય છે ભૂમિ (જમીન)શ્રમ અને મૂડી જેવા સંસાધનોના ઉપયોગના ખર્ચને ધ્યાનમાં રાખવા માટે ગર્ભિત ખર્ચનો ઉપયોગ કરાય છે મૂડીનો ગર્ભિત ખર્ચ એ વ્યાજ અથવા રિટર્નને દર્શાવે છે જે ખેતીમાં રોકેલી મૂડીને જો અન્યત્ર રોકવામાં આવી હોત તો તેનાથી થનારી કમાણીને પ્રતિબિંધિત કરે છે સાથે ખેડૂતો ની અન્ય માંગ ખેડૂતો અને શ્રમિકોની પૂર્ણ ઋણ માફી જમીન સંપાદન અધિનિયમ ૨૦૨૩ નો અમલ જેમાં સંપાદન પહેલાં ખેડૂતોની લેખિત સહમતિ અને કલેકટર દર થી ચાર ગણું વળતર આપવાની જોગવાઈ છે કલેકટર દર એટલે એ લઘુતમ મૂલ્ય જેના પર કોઈ સંપત્તિને ખરીદતા અથવા વેચતા સમયે નોંધણી કરી શકાય છેનઓક્ટોબર ૨૦૨૧ માં લખીમપુર ખીરી હત્યાકાંડના આરોપીઓને સજા ભારતે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી બહાર નીકળી જવું જોઈએ અને બધી જ મુક્ત વ્યાપાર સમજૂતીઓ અટકાવી દેવી જોઈએ ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન
વર્ષ ૨૦૨૦ માં દિલ્હી વિરોધ પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનારા ખેડૂતો માટે વળતર જેમાં પરિવારના એક સભ્ય માટે સરકારી નોકરીનો પણ સમાવેશ થાય છે
લઘુતમ ટેકાના ભાવ શું છે? MSP તે ગેરેન્ટેડ રકમ છે જે ખેડૂતોને ત્યારે અપાય છે જયારે સરકાર તેઓનો પાક ખરીદે છે MSP કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીઝ CACP)ની ભલામણો પર આધારિત છે જે ઉત્પાદન ખર્ચ માંગ તથા પુરવઠો બજાર મૂલ્ય વલણ આંતરપાક મૂલ્ય સમાનતા વગેરે જેવા વિભિન્ન પરિબળો પર વિચાર કરે છે CACP કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે સંલગ્ન કાર્યાલય છે તેની રચના જાન્યુઆરી ૧૯૬૫ માં કરાઈ છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ MSPના સ્તર અંગે આખરી નિર્ણય લે છે MSPનો ઉદેશ ઉત્પાદકોને તેમના પાકો માટે લાભદાયક મૂલ્ય સુનિશ્ચિત કરવાનો અને પાક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે MSP અંતર્ગતના પાકો CACP ૨૨ ફરજિયાત પાકો માટે MSP અને શેરડી માટે ઉચિત તથા લાભકારી મૂલ્ય (FRP)ની ભલામણ કરે છે. ફરજિયાત પાકોમાં ખરીફ સીઝનના ૧૪ પાકો ૬ રવી સિઝનના ૬ પાકો અને ૨ અન્ય વાણિજિયક પાકોનો સમાવેશ થાય છે.ઉત્પાદન ખર્ચના ત્રણ પ્રકારો.CACPપ્રત્યેક પાક માટે રાજ્ય અને અખિલ ભારતીય સરેરાશ સ્તરે ત્રણ પ્રકારના ઉત્પાદન ખર્ચનું અનુમાન લગાવે છે.A2 તે અંતર્ગત ખેડૂત દ્વારા બિયારણ ખાતરો જંતુનાશકો શ્રમ ભાડા પટ્ટે લેવાયેલી જમીન બળતણ સિંચાઈ વગેરે પર કરાયેલા પ્રત્યક્ષ ખર્ચને સામેલ કરાય છે A2+FL તે અંતર્ગત A2ની સાથે-સાથે અવેતનિક પારિવારિક શ્રમના એક લાદવામાં આવેલા મૂલ્યને સામેલ કરાય છે.C2 આ એક વધુ વ્યાપક ખર્ચ છે કેમ કે તે અંતર્ગત A2+FLમાં ખેડૂતની માલિકી ની જમીન અને સ્થિર સંપત્તિના ભાડા તથા વ્યાજને પણ સામેલ કરાય છે.લઘુતમ ટેકાના ભાવ (MSP)ની ભલામણ કરતી વખતે CACP દ્વારા A2+FL અને C2 બન્ને ખર્ચ પર વિચાર કરાય છે.MSP અંતર્ગત આવતા ૨૨ ફરજિયાત પાકો અનાજ ધાન ઘઉં જવ જુવાર બાજરો મકાઈ અને રાગીદાળ ચણા તુવેર મગ અડદ અને મસૂર તેલીબિયાં મગફળી સફેદ સરસવ સોયાબીન સૂરજમુખી તલ રામતલ કુસુમ કાચો કપાસ કાચું શણ કોપરું વિગેરે ના ભાવ ની માંગ સાથે ખેડૂતો રસ્તા ઉપર છે ત્યારે સરકાર વિવિધ સિદ્ધિ ઓ વિકાસ ના વર્ણનો ઉત્સવો માં વિવિધ યાત્રા ઓ ફેસ્ટિવલ કરોડો અબજો ના પ્રોજેકટસ નું લોકાર્પણો ની ઝાકમઝોળ ચલાવી રહી છે ત્યારે કોઈ માઈનો લાલ મન કી બાત નહિ પણ ઢંગ કી બાત કરશે ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.