જામનગરમાંથી રૂપિયા સાડા સાત લાખની કિંમતના ટ્રકની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: રાજકોટ અને જામનગરના બે તસ્કરો પકડાયા - At This Time

જામનગરમાંથી રૂપિયા સાડા સાત લાખની કિંમતના ટ્રકની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: રાજકોટ અને જામનગરના બે તસ્કરો પકડાયા


જામનગરમાંથી રૂપિયા સાડા સાત લાખની કિંમતના ટ્રકની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: રાજકોટ અને જામનગરના બે તસ્કરો પકડાયા

જામનગર
જામનગરમાં કાલાવડ ગેઈટ બહાર બુરફાની પાર્ક નજીક પાર્ક કરાયેલો સાડા સાત લાખની કિંમતનો ટ્રક કોઈ તસ્કર ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ મથકે નોધાવાઈ હતી, જેની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે મળેલી હકિકત પરથી વોચ ગોઠવી હાપા રોડ પરથી ચોરાઉં ટ્રક સાથે જામનગર અને રાજકોટના બે શખસોને પકડી પાડયા છે, અને ચોરાઉ ટ્રક કબ્જે કર્યો છે.

પોલીસસૂત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા બુરહાની પાર્ક નજીકના વિસ્તારમાં અબ્બાસભાઈ અબાહસન મસ્કતી નામના આસામીએ પોતાનો ટ્રક પાર્ક કર્યો હતો.જે દરમિયાન ટ્રકની આરસી બુક, પીયુસી, પરમીટ વગેરે કાગળો પણ અંદર જ રાખ્યા હતા. જે દરમિયાન આ ટ્રક કોઇ તરસ્કરો હંકારી ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવ્યો હતો.
જેની ફરીયાદના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંપ્યો હતો. પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી. રામાનુજના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમેં બાતમીદારો ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે તપાસ દરમિયાન ચોકકસ હકિકત મળી હતી. જેથી પોલીસે રાધિકા સ્કુલ સામેથી હાપા રોડ પર વોચ ગોઠવી હતી.જે દરમિયાન પોલીસે ચોરાઉ ટ્રક સાથે બે શખસોને દબોચી લીધા હતા.
પોલીસે શબીર ઇકબાલભાઈ છત્રા રહે. મોરકંડા રોડ) અને ફારૂક ઉર્ફે જમાલ સલીમભાઈ મૈણા (રહેવાસી- રાજકોટ)ની = અટક કરી રૂા. સાડા સાત લાખની - કિંમતનો ટ્રક સહિતની માલમતા કબજે કરી હતી.
પોલીસે બંને શખસોની સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં રાજકોટના આરોપી સામે મારામારી સહિતના અલગ અલગ પાંચ ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.