*ઘડી ખાતે બાલકુસુમ પ્રતિમા શોધ સ્પર્ધા યોજાઈ* - At This Time

*ઘડી ખાતે બાલકુસુમ પ્રતિમા શોધ સ્પર્ધા યોજાઈ*


*ઘડી ખાતે બાલકુસુમ પ્રતિમા શોધ સ્પર્ધા યોજાઈ*
પ્રાંતિજના ઘડી કુસુમબેન લાઇબ્રેરી” ખાતે બાલકુસુમ પ્રતિમા શોધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જિલ્લાના ૮૫ થી પણ વધુ બાળકોએ વકૃતૃત્ય સ્પર્ધા, ચિત્રો તેમજ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
દર વર્ષે યોજાતી બાલકુસુમ સ્પર્ધામાં ટસ્ટ્રી શ્રી શામળભાઈ રાઠોડ સ્પર્ધા નું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું. નિર્ણયક તરીકે સાહિત્યકાર શ્રી પ્રેમજીભાઈ પટેલ, સંગીતકાર શ્રી બલભદ્રસિંહ રાઠોડ, શિક્ષણવિદ અને સાહિત્યકાર શ્રી પ્રજ્ઞેશભાઈ પંડ્યા, લઘુકથાકાર શ્રી વિજયદિપસિંહ રાઠોડ, નિબંધકાર શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા તથા ચિત્રકાર શ્રી નરેશભાઈ લિંમબાચીયા વિશેષ રૂપથી હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધારે હતો.
બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ સ્પર્ધાને જીવંત બનાવી હતી. સ્પર્ધા દરમિયાન પૂર્વ પંડ્યા એ મન સંચાલન કરી સ્પર્ધા નું રસિક બનાવી હતી.
આ પ્રસંગને વધારે શોભાવ્યો શ્રી વિનોદભાઈ શ્રોફ,(UGVCL) શ્રી કૌશિકભાઈ સુથાર (સરપંચ ઘડી|) શ્રી સંજયભાઈ દેસાઈ (પ્રતિષ્ઠિત ધનપતિ)અને ડો.પંકજકુમાર ગૌસ્વામી, જેમણે ઇનામો આપી બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.