નડિયાદ ખાતે ₹658 લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત સત્યદાસજી મહારાજ ના હાથે કરવામાં આવ્યું - At This Time

નડિયાદ ખાતે ₹658 લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત સત્યદાસજી મહારાજ ના હાથે કરવામાં આવ્યું


નડિયાદ ખાતે ₹658 લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત સત્યદાસજી મહારાજ ના હાથે કરવામાં આવ્યું...

નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં જાનકીદાસ સ્મૃતિ 2 સોસાયટીની બાજુમાં, દેરી રોડ, નડિયાદ ખાતે ₹658 લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત સત્યદાસજી મહારાજ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી અને ધારાસભ્યશ પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું...

આ ફાયર સ્ટેશન નીચે મુજબની સુવિધાઓ ધરાવતું હશે...

- 4 મોટા તથા 2 મીની ફાયર ટેન્ડર સમાવી શકાય તેવું 254 સ્ક્વેર મીટર નું વિશાળ પાર્કિંગ...

- સ્ટાફ માટે ઓફીસ બિલ્ડિંગ, સ્ટોર રૂમ, વર્ક શોપ, કંટ્રોલ રૂમ અને 180 સ્ક્વેર મીટર એરિયામાં મિટિંગ હોલ...

- ફાયર ના સાધનો માટે મોકડ્રીલ એરિયા...

- સ્ટાફના કર્મચારીઓને રહેવા માટે કુલ 21 ક્વાટર જેમાં 1 3BHK ક્વાટર, 2 2BHK ક્વાટર અને 18 1BHK ક્વાટર.
- 1 લાખ લીટર કેપેસિટી નો અંડર ગ્રાઉન્ડ ટેન્ક તથા ટ્યુબવેલ...

- ફાયર સ્ટેશનની બિલ્ડિંગ પર સોલર પેનલ...

- 16 કાર અને 42 ટુ વ્હીલર ની ક્ષમતાનું પાર્કિંગ...

- 429 soveritar ગ્રીન સ્પેસ એરિયા...

- સ્ટેશનની ફરતે 216 મીટરની કમ્પાઉન્ડ વોલ...

આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઇ, મહામંત્રી હિરેનભાઈ, વોર્ડના કાઉન્સિલર નીલમબેન, પ્રતીક્ષાબેન, સંજયભાઈ, પરીનભાઈ સહિત નગરપાલિકાના કાઉન્સિલર ઓ, ઉપપ્રમુખ કીંતુભાઈ, ફાયર કમિટી ચેરમેન કાનાભાઈ, DFO દિક્ષિતભાઈ, ચીફ ઓફિસર રુદ્રેશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલર, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.