લીલીયા મોટા ના વાલીઓ દ્વારા RTE અંતર્ગત ૨૦૨૪-૨૫ માં સંખ્યા ફાળવણી કરવા અંગેની રજૂઆત કરાઈ
લીલીયા મોટા વાલીઓ દ્વારા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદન પાઠવેલ અને આવેદન પત્ર માં જણાવેલ કે આપ સાહેબશ્રીને રજુઆત એવા પ્રકારની છે.કે, આર.ટી.ઈ.અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધોરણ ૧ માં પ્રવેશ પ્રક્રિયા હેઠળ ૩૧ મે માં ૬ વર્ષ પુર્ણ થયેથી તે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જે બાબતે ગત વર્ષમાં ખુબજ ઓછી સંખ્યામાં બાળકો પ્રવેશપાત્ર બન્યા હોય જેથી આ વર્ષે ૨૦૨૪-૨૫ માં ખુબજ ઓછી સંખ્યામાં બાળકોને પ્રવેશ મળી શકે તેમ હોય જેથી ઉપરોકત સંદર્ભ-વિષય બાબતે ત્રણ વર્ષની ધોરણ-૧ ની પ્રવેશ સંખ્યાના આધારે વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૧ માં આર.ટી.ઈ.માં પ્રવેશ આપવામાં આવે અથવા તો તેનો આપશ્રી ઉપર લેવલે રજુઆત કર્યેથી સર્વે કરવો તેવી અમો વાલીઓ દ્વારા વિનંતી સહ રજુઆત કરવામાં આવેલ જેથી આર્થિક ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને આ આર.ટી.ઈ.અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા મળી રહે જે એર્થે તેના હિતમાં નિર્ણય વાલીગણ દ્વારા આવેદન આપી અપીલ રજુઆત કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.