રાજકોટમાં છ માસ બાદ માંગ કરતા વધુ પાણી મહાપાલિકા આપી શકશે - At This Time

રાજકોટમાં છ માસ બાદ માંગ કરતા વધુ પાણી મહાપાલિકા આપી શકશે


રાજકોટમાં પાણીની માંગમાં 1 વર્ષમાં 5 કરોડ લિટરનો વધારો થવાની શક્યતા સામે આગોતરું આયોજન

ન્યારી ડેમથી બે નવી પાઈપલાઈનનું કામ ચાલુ છે જે જેટકો ચોકડી અને રૈયાધારમાં બનતા નવા ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચશે, આ કારણે પાણી ઉપાડવાની ક્ષમતા 350થી વધી 450 જ્યારે ફિલ્ટરેશન 325થી 360 એમએલડી થશે

રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સૌથી મોટી છે, કારણ કે મનપા પાસે પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા વસતી મુજબ છે જ નહીં. તેવામાં નવા વિસ્તારો ભળ્યા છે તેથી પાણીની માંગ પહેલા કરતા પણ વધવા લાગી છે આ કારણે મનપા પોતાના ફિલ્ટર પ્લાન્ટ કે જેની ક્ષમતા 300 એમએલડી એટલે કે 30 કરોડ લિટર પ્રતિદિવસ છે તેના કરતા વધુ ચલાવીને 32.50 કરોડ લિટર પાણી પ્રતિદિવસ ફિલ્ટર કરાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.