લોકસભા ચૂંટણી પછી RSSની પહેલી મોટી બેઠક:સંઘ પ્રમુખની ચૂંટણી કેમ નથી થતી, શું મુસ્લિમો સ્વયંસેવક બની શકે?
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની પ્રથમ મોટી બેઠક યોજાઈ રહી છે. 2 સપ્ટેમ્બર સુધી ચાલનારી અખિલ ભારતીય સંકલન બેઠકમાં RSS સાથે સંકળાયેલા 32 સંગઠનોના લગભગ 320 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. RSS કેવી રીતે કામ કરે છે, RSSના પ્રમુખની ચૂંટણી કેમ નથી થતી, કઇ સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે, ચાલો જાણીએ... 20 જૂન, 1940ના રોજ, RSSના પ્રમુખ કેશવ બલિરામ હેડગેવારે માધવ સદાશિવ ગોલવલકર એટલે કે ગુરુજીને એક ચિઠ્ઠી સોંપી. આ ચિઠ્ઠી પર લખ્યું હતું- 'તમે મારું શરીર ડોક્ટરોને સોંપો તે પહેલાં હું તમને કહેવા માગું છું કે હવેથી સંસ્થાને ચલાવવાની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે.' 3 જુલાઈ, 1940ના રોજ, જ્યારે સંઘના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં હેડગેવારની ચિઠ્ઠી વાંચવામાં આવી ત્યારે લોકો ચોંકી ગયા. મોટાભાગના લોકોને આશા હતી કે હેડગેવાર સંઘની કમાન અપ્પાજી જોશીને સોંપશે. તે સમયે અપ્પાજીને સંગઠનમાં હેડગેવારના જમણા હાથ માનવામાં આવતા હતા, પરંતુ હેડગેવારે 34 વર્ષીય પ્રોફેસરને સંઘ પ્રમખ બનાવીને સૌને ચોંકાવી દીધા હતા. લગભગ 23 વર્ષ પછી, 5 જૂન, 1973, ગુરુ ગોલવલકરના મૃત્યુ પછી કાર્યકરોની સભામાં એક સીલબંધ કવર ખોલવામાં આવ્યું. કવરમાં લખ્યું હતું- 'મારા પછી બાળાસાહેબ દેવરસને સરસંઘચાલક બનાવવામાં આવે.' આ રીતે, RSSમાં એક પરંપરા બની ગઈ કે સંઘ પ્રમુખ જ આગામી સંઘ પ્રમુખનું નામ નક્કી કરશે. 2018માં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'મારા પછી સરસંઘચાલક કોણ બનશે, તે મારી મરજી પર છે અને હું કેટલો સમય સરસંઘચાલક રહીશ તે પણ મારી મરજી પર છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.