સતત વધતી મોંઘવારી મુદ્દે RSS એ વ્યક્ત કરી ચિંતા, આપ્યુ આ મહત્વનુ નિવેદન - At This Time

સતત વધતી મોંઘવારી મુદ્દે RSS એ વ્યક્ત કરી ચિંતા, આપ્યુ આ મહત્વનુ નિવેદન


નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2022 રવિવારRSSના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબાલેએ શનિવારે કહ્યુ કે મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કિંમતો મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. લોકો ભોજન, વસ્ત્ર અને મકાનોના પોસાય તેવા ભાવ હોય તેમ ઈચ્છે છે કેમ કે આ મૂળભૂત જરૂરિયાતો છે. હોસબાલેએ ભારતને ખેતીમાં સ્વાવલંબી બનાવવા માટે અત્યાર સુધીની તમામ સરકારોને શ્રેય આપ્યો. આવશ્યક વસ્તુઓ તમામને પોસાય તેવી કિંમતો પર મળવી જોઈએ પરંતુ આનો ભાર ખેડૂતો પર નાખવો જોઈએ નહીં. આરએસએસ સાથે સંલગ્ન ભારતીય ખેડૂત સંઘ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચર ઇકોનોમિક રિસર્ચ આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હોસબાલેએ આ વાત કહી. અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢી દ્વારા મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કિંમતો વિશે કરવામાં આવેલી એક રજૂઆતનો ઉલ્લેખ કરતા હોસબાલેએ કહ્યુ, મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કિંમતો વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. હોસાબલેએ એ સૂચન આપ્યુ કે લોકો ઓદ્યોગિક ઉત્પાદનો માટે વધારે ચૂકવણી કરવા માટે તૈયાર છે પરંતુ ખાદ્ય પદાર્થો માટે નહીં, સાથે જ કહ્યુ કે સહકારી સમિતિઓ આ સંબંધે મોટી ભૂમિકા નિભાવી શકે છે. છેલ્લા 75 વર્ષમાં કૃષિમાં વિકાસ આપણા સૌ માટે ગર્વની વાત છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.