આપણી વચ્ચે મતભેદો સર્જવા માટે જાતિવાદની ખાઈ ઉભી કરાઈ છેઃ મોહન ભાગવત - At This Time

આપણી વચ્ચે મતભેદો સર્જવા માટે જાતિવાદની ખાઈ ઉભી કરાઈ છેઃ મોહન ભાગવત


નવી દિલ્હી,તા.14.ઓગસ્ટ,2022 રવિવારરવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલા ઉત્તીષ્ઠ ભારત ...કાર્યક્રમમાં સામેલ થયેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ભારતનુ અસ્તિત્વ તેની એકતાના કારણે ટકી રહેલુ છે.આપણે અલગ દેખાઈએ છે, અલગ અલગ વસ્તુઓ ખાઈએ છે પણ આપણુ અસ્તિત્વ એકતામાં રહેલુ છે.ભારત પાસેથી દુનિયા એકતાનો સંદેશ શીખી શકે છે.ભાગવતે કહ્યુ હતુ કે, ઘણી એવી એતિહાસિક ઘટનાઓ બની છે જે અંગે આપણને ક્યારેય જાણકારી નથી અપાઈ.આપણી વચ્ચે મતભેદો ઉભા કરવા માટે બીન જરુરી રીતે જાતિઓની ખાઈ સર્જવામાં આવી હતી.વિદેશી આક્રમણકારીઓએ આપણી ધરતી પર કબ્જો કરી લીધો હતો અને આપણે આપણા જ્ઞાનને ભુલવા માંડ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, ભારતનુ કદ મોટુ કરવુ હશે તો આપણે ડરવાનુ છોડવુ પડશે.ડરવાનુ બંધ કરીશો તો ભારત અખંડ બનશે.આપણે અહીંસાના પૂજારી છે પણ નિર્બળતાના નહીં.આપણી ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિઓમાં ભલે અંતર હોય પણ આ બધી બાબતોમાં ફસાવાનુ નથી.દેશની તમામ ભાષા રાષ્ટ્રભાષાઓ છે.તમામ જાતિઓના લોકો મારા છે ..એવો સ્નેહભાવ રાખવાની જરુર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.