માંસનું મુલ્ય શાકાહાર અપનાવો દરેક નું જીવન અમુલ્ય છે આપણે એ ના ભૂલવું જોઈએ ચાણક્ય
માંસનું મુલ્ય શાકાહાર અપનાવો દરેક નું જીવન અમુલ્ય છે આપણે એ ના ભૂલવું જોઈએ ચાણક્ય
માંસનું મુલ્ય શાકાહાર અપનાવો મગધ સમ્રાટ બિંદુસારે એક વખત તેની સભામાં પૂછ્યું હતું કે દેશની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે? મંત્રી પરિષદ તથા અન્ય સદસ્યગણ વિચારમાં પડી ગયાં કે ચોખા, ઘઉં, જુવાર, બાજરી વગેરે તો ઘણો શ્રમ કર્યાં બાદ જ મળે છે. એ પણ ત્યારે જ જયારે પ્રકૃતિનો કોઈ પ્રકોપ આપણી ધરતીપર ન ઉતરતો હોય ! આવી પરિસ્થિતિમાં, અન્ન કયારેય સસ્તું ના હોઈ શકે કે ના થઇ શકે ! એ પછી શિકાર કરવાનો શોખ ધરાવનાર એક સામંતે કહ્યું કે, "રાજન, સૌથી સસ્તો ખાદ્ય પદાર્થ તો માંસ છે એને મેળવવા માટે મહેનત ઓછી કરવી પડે છે અને પૌષ્ટિક વસ્તુ ખાવા માટે સહેલાઈથી આપણને મળી જતી હોય છે બધાએ આ વાતનું સમર્થન કર્યું, પરંતુ પ્રધાન મંત્રી ચાણક્ય ચુપ હતાં ત્યારે સમ્રાટ બિંદુસારે એમને પૂછ્યું કે, " આપનો આ બાબતમાં શું અભિપ્રાય છે ?" ત્યારે ચાણક્યે કહ્યું, "હું મારા વિચારો આવતીકાલે આપને જણાવીશ. " રાત પડી ગઈ ત્યારે પ્રધાન મંત્રી એ સામંતના મહેલે પહોંચ્યા અને બારણું ખોલીને અંદર પ્રવેશ્યા સામંત તો આટલી અડધી રાતે ચાણક્યને જોઇને જ ગભરાઈ ગયાં ! પ્રધાન મંત્રી ચાણક્યે કહ્યું, “સાંજથી જ સમ્રાટ એકદમ બીમાર પડી ગયાં છે રાજવૈદે કહ્યું છે કે કોઈ મોટી વ્યક્તિનાં હૃદયનું 2 તોલા માંસ જો મળી જાય તો રાજાના પ્રાણ બચી શકે તેમ છે અને એટલાં માટે હું તમારી પાસે તમારાં હૃદયનાં માત્ર 2 તોલા જ માંસ લેવાં આવ્યો છું. એના બદલામાં તમે આ એક લાખ સુવર્ણમુદ્રાઓ લઇ લો !” આ સાંભળતાની સાથે જ સામંતના ચહેરાનો રંગ ઉડી ગયો એને ચાણક્યની પગ પકડીને માફી માંગી અને ઉલટાનું એમને જ એક લાખ સુવર્ણ મુદ્રાઓ આપીને કહ્યું કે, “આ ધનરાશીથી કોઈ બીજા સામંતના હૃદયનું માંસ ખરીદી લે” પ્રધાન મંત્રી એક પછી એક એમ દરેક સામંતોના ઘરે, સેનાધિકારીઓના ઘરે પહોંચ્યા અને એ દરેક સામંતો પાસેથી બે તોલા હૃદયનું માંસ માંગ્યું, પરંતુ કોઈપણ આપવાં રાજી ન થયું ઉલટાનું દરેકેદરેક જણે પોતાનાં બચાવ માટે ચાણક્યને એક લાખ, બે લાખ અને પાંચ લાખ સુવર્ણ મુદ્રાઓ આપવાની તૈયારી બતાવી અને આપી પણ ખરી. આમ, આશરે 2 2 કરોડ સોનાના સિક્કા એકઠાં કરીને ચાણક્ય સવાર થતાં સુધીમાં પોતાનાં મહેલમાં પાછાં આવ્યાં અને તે સમયે, રાજ સભામાં પ્રધાન મંત્રીએ રાજા સમક્ષ એ 2 કરોડ સુવર્ણમુદ્રાઓ મૂકી દીધી. રાજાએ પૂછયું : "આ બધું શું છે ?" ત્યારે ચાણક્યે એમને બતાવ્યું કે બે તોલા માંસ ખરીદવા માટે આટલી મોટી ધનરાશિ એકઠી થઇ થઇ ગઈ પણ 2 તોલા માણસનું માંસ ન મળ્યું તે ના જ મળ્યું. રાજન, હવે આપ જ વિચાર કરો કે માંસ કેટલું સસ્તું છે તે. ચાણક્યએ જણાવ્યું છે કે જીવન અમુલ્ય છે આપણે એ ના ભૂલવું જોઈએ કે જેવી રીતે આપણને આપણો જીવ જેટલો વહાલો હોય છે બરોબર એવી જ રીતે દુનિયાના દરેક જીવોને પોતાનો જીવ વહાલો હોય છે. પછી માણસ જોય કે પશુ-પક્ષી ! પરંતુ આ બંનેમાં ફરક એટલો જ હોય છે કે મનુષ્ય પોતાનો પ્રાણ બચાવવાના હેતુસર સંભવિત પ્રયાસ કરતો હોય છે. બોલીને, રીઝવીને, ડરાવીને, સમજાવીને, લાંચ કે રુશ્વત આપીને ! પશુ -પક્ષી ન તો બોલી શકતાં હોય છે કે ન તો પોતાની વ્યથા કહી શકતાં હોય છે તો શું માત્ર આ જ કારણોસર એમનો જીવવાનો અધિકાર છીનવાઈ જવો જોઈએ !!!! શુદ્ધ આહાર , શાકાહાર !માનવ આહાર , શાકાહાર ! મિતલ ખેતાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.