બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષાંત કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષાંત કાર્યક્રમ યોજાયો


બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષાંત કાર્યક્રમ યોજાયો

શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય બાઈક રેલી યોજાઈ

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ દ્વારા આજે બાઇક રેલી ત્રિશુલ દીક્ષાત સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજે બપોરે ચાર કલાકે શહેરના ભાવનગર રોડ ઉપરથી ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી.જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ રબારી,વાલેરાભાઈ રાઠોડ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.આ બાઈક રેલી બોટા શહેરના નાગલપર દરવાજા,જ્યોતિગ્રામ સર્કલ,ટાવર રોડ,દિનદયાળ ચોક,હવેલી ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.જેમાં મોટી સખ્યામાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારબાદ ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં યુવાનો ત્રિશુલ દીક્ષામાં જોડાયા હતા.બોટાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ત્રિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આંતર રાષ્ટ્રીયહિન્દૂ પરિષદના મંત્રી રણછોડભાઈ ભરવાડે મીડીયાને માહિતી આપી હતી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image