: આજ રોજ સ્વસ્તિક હાઈસ્કૂલ,હિંમતનગર ખાતે કાશી શાળા વિકાસ સંકુલ હિંમતનગર અને શિક્ષણાધિકારની કચેરી સાબરકાંઠાના ઉપક્રમે નિવૃત થયેલ આચાર્યશ્રી ઓનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વસ્તિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી અને સંકુલના કન્વીનર શ્રી ગાજેન્દ્રએ સ્વાગત કર્યું હતું. - At This Time

: આજ રોજ સ્વસ્તિક હાઈસ્કૂલ,હિંમતનગર ખાતે કાશી શાળા વિકાસ સંકુલ હિંમતનગર અને શિક્ષણાધિકારની કચેરી સાબરકાંઠાના ઉપક્રમે નિવૃત થયેલ આચાર્યશ્રી ઓનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વસ્તિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી અને સંકુલના કન્વીનર શ્રી ગાજેન્દ્રએ સ્વાગત કર્યું હતું.


આજ રોજ સ્વસ્તિક હાઈસ્કૂલ,હિંમતનગર ખાતે કાશી શાળા વિકાસ સંકુલ હિંમતનગર અને શિક્ષણાધિકારની કચેરી સાબરકાંઠાના ઉપક્રમે નિવૃત થયેલ આચાર્યશ્રી ઓનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વસ્તિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી અને સંકુલના કન્વીનર શ્રી ગાજેન્દ્રએ સ્વાગત કર્યું હતું.હિંમતનગર તાલુકાના 34 નિવૃત આચાર્યો જેમાં નર્મદભાઈ ત્રિવેદી,ગિરધારીસિંહ વાઘેલા,જી.એસ.દેધરોટિયા,ડી.એલ.પટેલ,ઈશ્વરભાઈ પટેલ અને કેશુભાઈ પંડ્યા નું સાલ,મોમેન્ટો અને સન્માન પત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા.નિવૃત્ત ડી.ઇ.ઓ હર્ષદભાઈ રાવલ,સ્મિતાબેન પટેલ અને એ.પી.ઝાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોપાલસિંહ રાઠોડ એન.જી.અને વર્તમાન કાર્યકારી પ્રમુખ હિંમત કેળવણી મંડળના ઉપસ્થિત રહયા હતા. કાશી શાળા વિકાસ સંકુલના તમામ આચાર્યો ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમમાં જી.એસ.દેધરોટિયા ના ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.તમામે નિહાળીને અચરબ પામી ગયા હતા એક નિવૃત આચાર્ય શુ કરી શકે તેની એક મિસાલ પ્રસ્થાપિત કરી હતી.તમામે આ પ્રદર્શનને વખાણી હતી.આ ચિત્રકાળે 1700 ચિત્રો દોરીને પોતાનો આ અનોખો શોખ માળી રહ્યા છે.શાળાના વિદ્યર્થીઓએ પણ આ પ્રદર્શન જોઈને પ્રેરણા મળી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.