ફૂટવેરની દુકાનમાં ઘીમાં હાનિકારક કેમિકલની ભેળસેળ કરી વેચાતું હતું, વેપારીને ફટકારાઈ સજા
વેપારી શૈલેષ મહેતાને 2 માસની સજા અને 13000નો દંડ કોર્ટે ફટકાર્યો.
ફૂડ શાખાએ અંશ ફૂટવેર નામની દુકાનમાં રેડ કરતા દિવેલમાં હાનિકારક રંગ ભેળવીને ઘી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
12 કિલો વાસી મીઠાઈનો નાશ.
રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્ત્વો બેફામ બન્યા છે તેવામાં એક કેસમાં ઘીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના બનાવમાં કોર્ટે વેપારીને એક માસની સજા અને 3000નો દંડ ફટકાર્યો છે. રાજકોટ મનપા તરફથી રોકાયેલા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહના જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમારે બજરંગવાડી મેઈન રોડ પર સહજ કોમ્પ્લેક્સમાં આવેલી અંશ ફૂટવેર નામની દુકાનમાં ચેકિંગ કરતા ત્યાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.