બિહારમાં ખેડૂત રાતોરાત અબજપતિ બની ગયો ટ્રેડિંગ એકાઉન્ટમાં રૃ. ૬૮૩૩ કરોડ જમા
લખીસરાય (બિહાર),
તા. ૮બિહારના લખીસરાય બડહિયા નગરના વોર્ડ નંબર બેમાં રહેતા ખેડૂત
સુમન કુમારના ખાતામાં અચાનક ૬૮૩૩ કરોડ રૃપિયા જમા થયા હતાં. આટલી મોટી રકમ તેના
ખાતામાં કઇ રીતે આવ્યા કોને મોકલ્યા તેની જાણકારી સુમનને નથી.૧૩ દિવસથી આ રકમ
તેમના ખાતામા છે. સુમનને ડર પણ લાગી રહ્યો છે. આ જ કારણથી તે રૃપિયા ઉપાડી રહ્યાં
નથી.સુમન કુમારે જણાવ્યું હતું કે તેમના કોટક સિક્યુરિટીઝ બેંકના
ટ્રેડિંગ એકાઉન્ટમાં ૨૬ જુલાઇની સવારે ૧૧ વાગ્યાને ૨૦ મિનિટ પર આ રકમ અચાનક જમા થઇ
હતી. ખાતામાં રકમ જમા થયાનો મેસેજ આવતા જ તે ચોંકી ગયા હતાં.જો કે તેમણે ખાતામાંથી એક રૃપિયો પણ ઉપાડયો નથી. આ રકમ
ક્યાંથી આવી કોણે મોકલી તે અંગેની માહિતી
સુમન કે તેમના પરિવારજનો પાસે નથી.સુમને ૨૭ જુલાઇએ આ અંગેની સૂચના સ્પીડ પોસ્ટના માધ્યમથી મુંબઇ
માલદા ઇસ્ટ મેઇન બ્રાન્ચને આપી હતી. જો કે અત્યાર સુધી ત્યાંથી કોઇ પણ જવાબ આવ્યો નથી.
તેમના ખાતામાં આ રકમ એમને એમ પડી છે. સુમન શેર બજારમાં પણ રોકાણ કરે છે. ખાતામાં આટલી મોટી રકમ જમા
થયા પછી સુમને કોટ્ક સિક્યુરિટીઝને આટલી મોટી રકમ જમા થવાનું કારણ પૂછ્યું છે. તેમણે
આ માટે આરટીઆઇ પણ માગી છે. આરટીઆઇ દાખલ કરી કોટકને પૂછવામાં આવ્યું છે કે આ રકમ
ક્યાંથી અને કોના માધ્યમથી તેમના ખાતામાં આવી. આ રકમનો માલિક કોણ છે તેની સંપૂર્ણ
માહિતી આપવામાં આવે. સુમને જણાવ્યું હતું કે આ રકમ ક્રેડિટ થવા અંગે કંપની દ્વારા
તેમને કોઇ માહિતી આપવામાં આવી નથી. જો કે આ થવાને કારણે સમગ્ર જિલ્લામાં સુમનની
ચર્ચા ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.