માધાપર ચોકડી પાસે કારમાં ધસી આવેલા શખ્સોએ કન્ટેનરમાં તોડફોડ કરી જેક ઉઠાવી ગયા - At This Time

માધાપર ચોકડી પાસે કારમાં ધસી આવેલા શખ્સોએ કન્ટેનરમાં તોડફોડ કરી જેક ઉઠાવી ગયા


માધાપર ચોકડી પાસે કારમાં ઘસી આવેલા શખ્સોએ કન્ટેનરમાં આગળના કાચ અને હેડ લાઈટમાં તોડફોડ કરી જેક ઉઠાવી જતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કચ્છના ગાંધીધામમાં રહેતાં દુર્ગેશકુમાર સુરેંદ્રરાય (ઉ.વ.33) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સફેદ કલરની કારમાં આવેલ ચાર શખ્સોના નામ આપ્યા હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં આવેલ જે એન્ડ જે કંટેનર કંપનીમાં કંટેનરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.ગઇકાલ તેઓ કંપનીનું કંટેનર નં. જીજે-12-બીડબ્લ્યુ-1566 લઇ રાજકોટ મેટોડા જી.આઇ.ડી.સી વીરલ મસાલો કંપનીમાંથી માલ ભરી રાત્રીના ગાંધીધામ મુંદ્રા પોર્ટ જવા નિકળેલ હતો. તેઓ ન્યુ 150 રિંગ રોડ પરથી જામનગર રોડ પર ઘંટેશ્વર ચોકડીથી કંટેનરનો વળાંક લઇ માધાપર ચોકડી બાજુ જવુ હોઇ જેથી મારા કંટેનરનો વળાંક લેતી વખતે જામનગર બાજુથી એક સફેદ કલરની કાર આવતી હોઇ અને તેઓ કંટેનરનો વળાંક લેતો હોઇ જેથી પાછળથી આવતી કારના ચાલકે અચાનક બ્રેક મારી ગાડી ઉભી રાખેલ હતી.
બાદમાં તેઓ કંટેનર લઇને આગળ નિકળેલ ત્યારે કાર કંટેનરની પાછળ આવતી હોઇ અને તેમને ઉભું રહેવાનુ કહેતા હોઇ પરંતુ સરખુ સાંભળેલ નહી જેથી ઉભો ન રહેતા કાર ચાલકે કંટેનરની બાજુમા કાર ચલાવી કાર ચાલક તેમજ અંદર બેસેલ અન્ય ત્રણ શખ્સોએ ચાલુ ગાડીએ ગાળો આપતા હોઇ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોઇ જેથી જામનગર રોડ પર આવેલ ચીથરીયાપીરની દરગાહની આગળ કંટેનર રોડ ઉપર સાઇડમાં ઉભું રાખી માર મારવાના ભયથી કંટેનરમાંથી ઉતરીને રોડની સાઇડમા છુપાયેલ તે દરમ્યાન કારમાં સવાર ચારેય શખ્સો ઉભા રહેલ હતાં.
બાદમાં તેઓએ તેના શેઠને ફોન કરી બનાવ બાબતે જાણ કરતા શેઠે કહેલ કે, તુ ત્યા ઉભો રહે હું ત્યા પોલીસની ગાડી ને મોકલુ છુ. બાદમાં પોલીસની ગાડી આવી જાતા પોલીસ સાથે કંટેનર પાસે ગયેલ અને કંટેનરની ચારેય બાજુ જોતા કંટેનરની આજુબાજુ બે-ત્રણ મોટા પથ્થરો પડેલ હોઇ અને કર્ટનરનો આગળનો કાચ તથા બને હેડ લાઇટ તથા કંટેનરની અંદરની સાઇડમા મિટર તુટેલ હાલત મા જોવામાં આવેલ અને કંડેકટર સાઇડની અંદર ભાગે રાખેલ કંટેનરનો જેક જોવા મળેલ નહી. જેથી ચારેય શખ્સોએ કન્ટેનરમાં તોડફોડ કરી જેકની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવાની રાહબરીમાં ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.