બીઆરટીએસ બસ સ્ટોપ પર ટીવી રીપેર કરવાં ગયેલ ઇજનેરની લેપટોપ અને ટુલકિટ ભરેલ બેગની ચોરી - At This Time

બીઆરટીએસ બસ સ્ટોપ પર ટીવી રીપેર કરવાં ગયેલ ઇજનેરની લેપટોપ અને ટુલકિટ ભરેલ બેગની ચોરી


રામાપીર ચોકડી પાસે બીઆરટીએસ બસ સ્ટોપ પર ટીવી રીપેર કરવાં ગયેલ ઇજનેરની લેપટોપ અને ટુલકિટ ભરેલ બેગની ચોરી થતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે માંડાડુંગર પાસે મહાકાળી મંદીર વાળી શેરી આરતી ઇસ્ટ્રિયલ એરીયામાં રહેતાં સંજયભાઈ ઉકાભાઈ ઓળકીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી કંપનીમા સાઇટ એન્જીનીયર તરીકે નોકરી કરે છે.
ગઇ તા.12 ના તેમની સાથે કામ કરતા સાથી કર્મચારી ફેઝલભાઈ યુનુશભાઇ શેખ પાસેથી કંપનીનું લેપટોપ વાપરવા માટે લીધેલ હતું. બાદમાં સાંજના સમયે તે તેના સાથી કર્મચારી મીતભાઈ રાદડીયા સાથે રામદેવ પીર ચોકડી પર બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર કંપનીના કામથી ત્યા ટી.વી.નું રીપેરીંગ કામ કરવા માટે ગયા હતા.
તેઓએ પોતાની સાથે લેપટોપ, તેનુ ચાર્જર, ટુલકીટ, સ્માર્ટ બસ સ્ટોપની ચાલીસ ચાવી અને બીઆરટીએસ બસ સ્ટોપની પાંચ ચાવી બેગમા રાખી હતી. તે બેગ બસ સ્ટેન્ડના બેસવાના બાકડા પર રાખેલ હતી.
તેઓએ ટી.વી.રીપેરીંગનું કામ પુરુ કરી જોયુ તો તેમનું બેગ હતુ નહિ અને આજુબાજુ તપાસ કરતાં તે બેગ ક્યાંય મળી ન આવતાં કોઈ અજાણ્યો શખ્સ રૂ.61 હજારનો મુદામલ ભરેલ બેગ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.