ટેકનિકલ ખામીને કારણે આરટીઓનો ટેસ્ટીંગ ટ્રેક ફરી બંધ
ગાંધીનગર આરટીઓમાં એક મહિના પહેલા ઇન્સ્પેક્ટર તથા એજન્ટો દ્વારા ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ આપી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ કૌભાંડની તપાસ માટે ટ્રેકની મુખ્ય કોમ્પ્યુટર સિસ્ટમ પોલીસ દ્વારા લઇ જવામાં આવતા આરટીઓમાં ત્રણથી ચાર દિવસ ટ્રેક બંધ રહ્યો હતો અને કોઇ ટેસ્ટ લેવાયા હતા. હવે આરટીઓમાં ટેસ્ટીંગ સહિતની કામગીરી પાટે ચઢી છે ત્યારે રવિવારની રજા બાદ આજે સોમવારે સવારથી જ ટેસ્ટીંગ ટ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.