લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા મળી - At This Time

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા મળી


લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા મળી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા રાજુભાઇ મહેતા ની અધ્યક્ષતા મળી અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય ના નિવૃત કર્મચારી મહા મંડળ વડોદરા ના પ્રમુખ શ્રી નિર્મળસિંહ રાણા સાહેબ તથા અમરેલી જિલ્લા તિજોરી અધિકારી શ્રી ખાચર સાહેબ એવમ એસ બી આઈ બ્રાન્ચ મેનેજર લાઠી સહિત લીલીયા પેન્શનર સમાજ પ્રમુખ ભરતભાઇ ત્રિવેદી હરિભાઈ ધોરજીયા પાઠકભાઈ ની ઉપસ્થિતિ માં યોજાયેલ કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટય થી કરવામાં આવેલ સમૂહ પ્રાર્થના અને સ્વાગત પ્રવચન લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા સાહેબ દ્વારા કરાયેલ સમગ્ર પેન્શનર સમાજ લાઠી ની એકતા અને સામાજિક સંવાદિતા અને પેન્શનર પરિવાર ના સભ્ય શ્રી ઓ નિવૃત્તિ પછી પણ સામાજિક સેવાપ્રદાન અને નવોદિત કર્મચારી ઓમાટે રાહબર બની રહ્યા છે તે સૌથી મોટી ખુશી ની વાત છે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની વાર્ષિક સાધારણ સભા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી થી સર્વ ને અવગત કરાયેલ દિવંગત વ્યક્તિ ઓના આત્મ ઓને પુષ્પાજંલી અર્પી હતી પેન્શનર પરિવાર માં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્ય શ્રી ઓનું પુષ્પગુંચ શાલ થી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સને ૨૦૨૨/૨૩ ના વર્ષ ના વાર્ષિક આવક જાવક હિસાબો શ્રી બી જી રાણવા દ્વારા રજૂ કરાયેલ પ્રાસંગિક પ્રવચન જિલ્લા તિજોરી અધિકારી શ્રી ખાચર સાહેબ શ્રી નિર્મળસિંહ રાણા સાહેબ એસ બી આઈ લાઠી બ્રાન્ચ મેનેજર શ્રી એમ પી રામાણી લાઠી શ્રી બી એલ ડેર સાહેબ સંબધિત વિભાગ ની ખુબજ ઉપીયોગી માર્ગદર્શન આપેલ તેમજ પેન્શનર સમાજ ના પ્રશ્ને જી આર નંબર તારીખ સાથે વિસ્તૃત છણાવટ સાથે સર્વ ને અવગત કરાયા હતા આ કાર્યક્રમ માં ભોજન ના દાતા શ્રી મહેશભાઈ એન જોશી પરિવાર ની ઉદારતા ની સરાહના સાથે કાર્યકમ માં બી એલ ડેર બી જી અગ્રાવત એમ ડી તલસાણીયા વી ડી ભટ્ટ એડવોકેટ આર સી દવે બાદલભાઈ ભટ્ટ બી એ વનરા વી કે ગોહિલ સુરેશભાઈ પંડયા વિનુભાઈ પનારા એમ પી માંડાણી બી વી મકવાણા પી બી ભાદાણી પી આઇ ત્રિવેદી પી બી જોશી બી જી રાણવા ડી એલ સાવલિયા એસ આર બેલીમ સરોજબેન પંડયા શારદાબેન ખેર લતાબેન દવે ભાવેશ પી ગોહિલ ગૌતમભાઈ મહેતાજી લાઠી તાલુકા પેન્શનર સમાજ ના હોદેદારો શ્રી ઓ સદસ્ય શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં લાઠી તાલુકા પેન્શનર સમાજ ની ૩૦ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.