માંડાડુંગરમાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નજીક પાંચ ઓરડીને નિશાન બનાવતાં તસ્કરો
માંડાડુંગરમાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નજીક પાંચ ઓરડીને નિશાન બનાવી ચોરી કરી નાસી છૂટતાં આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે માંડાડુંગરમાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં ઓરડીમાં રહેતાં રાકેશકુમાર ચનેશ્વરપ્રસાદ ચંદ્રવંશી (ઉ.વ.22) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સુપરટેક કારખાનામાં મજુરી કામ કરે છે. ગઈકાલે સવારના ઓરડીને તાળુ મારી મારા કામ પર ગયેલ અને બપોરના અગ્યારેક વાગ્યા વખતે ઓરડીએ પરત આવેલ અને જોયેલ તો ઓરડીનું તાળુ તુટેલ હતુ અને મારી આજુબાજૂની ઓરડીઓના તાળા તુટેલા અને દરવાજા ખુલા જોવામા આવતા પડોશમા રહેતા જાનકીબેનના પુત્ર જે તેની ઓરડીમાં સુતો હતો તેને ઉઠાડી અને તેની માતાને તથા તેની બાજુમા રહેતા તેની માસીઓને ફોન કરાવેલ હતાં.
તેમજ ઓરડીની સામે રહેતા રાજકુમારી બહેનને બોલાવેલ અને ઓરડીમાં જઈ જોતા થેલામાં રાખેલ રૂપીયા એક હજાર જોવામા આવેલ નહી અને બાજુની ઓરડીમા રહેતા મનીષાબેન આકાશભાઈ નીષાદે તેની ઓરડીમાં તપાસ કરતા તેની ઓરડીમા બેગમાંથી રૂ।5 હજાર જોવામા આવેલ નહી તથા જાનકીબેન નીષાદે તેની ઓરડીમા તપાસ કરતા તેની ઓરડીમાં થેલામાં રાખેલ રૂ। હજાર જોવામા આવેલ નહી તેમજ રીનાબેન વીશાલભાઇ નીષાદે તેની ઓરડીમા તપાસ કરતા તેમાંથી રૂ।0 હજાર જોવામા આવેલ નહી તેમજ રાજકુમારીબહેન ક્રીષ્નાભાઇ મહંતોએ તેની ઓરડીમાં તપાસ કરતા તેની ઓરડીમાં પલંગના ગાદલામાં રાખેલ રૂ।0 હજાર જોવામા આવેલ નહી. ફરિયાદી તેમજ તેની આસપાસ રહેતાં શ્રમિકો કામ પર ગયાં બાદ ત્રાટકેલા અજાણ્યાં શખ્સોએ પાંચ ઓરડીમાંથી ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.