વિસાવદર કોર્ટના જપ્તીના હુકમ બાદ વીજ કંપનીની રકમ જમા - At This Time

વિસાવદર કોર્ટના જપ્તીના હુકમ બાદ વીજ કંપનીની રકમ જમા


વિસાવદર કોર્ટના જપ્તીના હુકમ બાદ વીજ કંપનીની રકમ જમાવિસાવદર સિવિલ કોર્ટમાં ચાલતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખાસ્તમાં પી.જી.વી.સી.એલ.કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારની સૂચના અને માર્ગદર્શન નીચે વિસાવદર કોર્ટમાં વાજડી ગામના કિશોરભાઈ જશાભાઈ દાફડા સામે દરખાસ્ત ચાલતી હોય તે દરખાસ્તમાં પ્રતિવાદી કિશોરભાઈ જશાભાઈ દાફડા દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદી ની ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો રજુ કરી આ મિલકત ઉપરથી રકમ વસુલ અપાવવા વિસાવદર કોર્ટમાં રે.દિ.દરખાસ્ત નંબર ૨૨/૨૩થી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે અરજી કરી રજુઆત કરતા અને ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશીની દલીલો દયાને લઈ પ્રતિવાદીની વિસાવદર તાલુકાના વાજડી ગામે આવેલ ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જિલ્લા કલેકટરને આદેશ કરતા ખળભળાટ મચી ગયેલ છે અને ૩૦દિવસમાં રકમ વસુલ નહિ આપે તો કલેકટર દ્વારા ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જુનાગઢ કલેકટર ને આદેશ કરેલો હતો ત્યારબાદ પ્રતિવાદીએ હુકમની અમલવારી થાય તે પહેલાં જ રકમ જમા કરાવી દીધેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.