ધર્મગુરૂએ ચલાવેલી કાર લેવા રૂ.3.25 લાખ આપ્યા ને ગોધરાના શખ્સે હાથ ઊંચા કરી દિધા
જિલ્લા ગાર્ડન પાસે સ્લ્મ ક્વાર્ટરમાં રહેતાં ટ્રાન્સપોર્ટ ઉપરાંત કાર લે-વેચનો ધંધો કરતાં રાજનીસભાઈ હસમુખભાઈ રાઠોડ સાથે જૂની કાર વેચવાના બહાને આરોપી સૌરભ સતીષ પરીખ (રહે.ગોધરા) એ રૂ.3.25 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકે નોંધાઈ હતી.
વધુમાં રજનીશભાઈએ જણાવ્યું છે કે, તે કુવાડવા રોડ ઉપર માલીયાસણ ચોકી પાસે ગુરૂકૃપા રોડલાઈન્સ નામે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. સાથોસાથ કાર લે-વેચનું પણ કામ કરે છે. જામનગરમાં તેના ધર્મગુરૂ રહે છે. જેના મારફત હબીબ બાપુ સાથે સંપર્કમાં આવ્યો હતો. જેણે તેને કહ્યું કે ગોધરામાં તેની આઈ-10 કાર જાણીતા સૌરભ પાસે પડી છે. કાર માટે તેણે રૂા. 4 લાખની લોન લીધી હતી. થોડો સમય કાર ચલાવી હતી. હવે કાર સૌરભ પાસે છે.
આ કાર તેના ધર્મગુરૂએ ઉપયોગમાં લીધી હોવાથી તેને ખરીદવાનું નકકી કર્યું હતું. જે બાદ હબીબબાપુ મારફતે સૌરભનો સંપર્ક કરતા તેણે કહ્યું કે કાર ઉપર 10 લાખની લોન ચડી ગઈ છે. ફાઈનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરાવતા રૂા.3.25 લાખ ભરવાના થાય છે. તે રકમ મને આપી દો એટલે કારની ડીલેવરી આપી જઈશ.
જેથી તેણે ગઈ તા.7 માર્ચના રોજ સૌરભને નેટ બેન્કીંગ મારફતે બે કટકે રૂા.3.25 લાખ મોકલાવ્યા હતા. જેની સામે સૌરભે 8 દિવસમાં કાર આપી દેવાની વાત કરી હતી. પરંતુ પછી કાર નહીં સોંપતા કોન્ટેક કરતા કહ્યું કે મને કાર આપવી નથી, હબીબભાઈ સાથે મારે રૂપિયાનો વહિવટ છે, જે મળે પછી જ હું કાર આપીશ. આ રીતે કાર આપતો ન હોવાથી આખરે તેની સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકની ટીમે અરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.